________________
ન કરવો. તે તો જ થાય જો આપણી દઢ ભાવના ન હોય કે “મારે કોઈના પણ પ્રત્યે દુર્ભાવ નથી કરવો અને એવા શબ્દો નથી બોલવા કે જેથી કોઈને બીજા સાધુ પ્રત્યેનો અહોભાવ તૂટે.’
શાસ્ત્ર કહે છે કે સાચો સંયમી હોય તે ઝઘડો શાંત કરે. પાણીનો ઘડો મકાનમાં પડ્યો હોય અને અચાનક ફૂટે. પાણીનો રેલો બીજા કોઈના આસન તરફ જતો હોય અને આપણને આળસ હોય તો પણ તેમને સંકલેશ થવાનો હોય એવું લાગે તો તો અવશ્ય તે પાણીને લૂછવા ઉભા થઈ જવું જોઈએ. આ મધ્યમ ભૂમિકા છે. તેમને સંકલેશ થાય તેવું ન લાગે તો પણ, કોઈની પ્રેરણા વિના, ઉલ્લાસથી પાણી લૂછવા ઊભા થઈ જવું તે ઉત્તમ ભૂમિકા છે. તથા તેવા અવસરે ઝઘડો થવાની સંભાવના હોય તો પણ લૂછવા ઊભા ન જ થવું તે કનિષ્ઠ ભૂમિકા છે. આટલી હદે આપણે કદાપિ નીચા ન ઉતરવું. ગોચરી વાપર્યા પછી પાંચ-દસ મિનિટ આંટા મારીએ તેમાં કંટાળો આવતો નથી. પરંતુ આ રીતે સકારણ પણ ઉભા થવાની આળસ આવે તો સમજવું કે “આપણું સંયમજીવન લૌકિક ભાવોથી પળાય છે.' - લૌકિક ભાવથી પળાતું એવું લોકોત્તર સંયમજીવન પ્રાયઃ નિષ્ફળ જાય છે. આપણે કોઈનું પડિલેહણ કરવા સામે ચાલીને જઈએ તો તે કદાચ ના પાડે તેવા ચાન્સ છે. પણ આવી બાબતમાં કાંઈ તે ના નથી પાડવાના. આપણા હાથે જ કડકાઈથી એસિડનું પોતું ફેરવીને આપણામાં રહેલા લૌકિક ભાવોને ઘસી નાખીએ તો આપણું ઠેકાણું પડે. સામેના સંયમીને ઉતારી પાડવા તે લૌકિક ભાવ છે. અઢાઈમાં કદાચ તપસ્વીની સતત સેવા કરીએ. પરંતુ બે વર્ષ પછી પણ આપણે તેમની કરેલી ભક્તિ તેમને જાહેરમાં યાદ કરાવીએ તો તે લૌકિક ભાવ છે. બીજી વાર તપમાં આપણી સહાય લેવાની જરા પણ રુચિ તે તપસ્વીને ન થાય. આમાં એમ સમજવું પડે કે “આપણને સુકૃતમાં રસ નથી. પણ માન કષાય પોષાય તેમાં રસ છે.” પ્રાય: તે માટે જ વૈયાવચ્ચ આદિ આરાધના
I૪૬૭