________________
થાવ અને પાસેનાનું અકલ્યાણ થાવ'- આવું હોય તો આ ભાવનામાં જગત કલ્યાણની વાત મિથ્યા સાબિત થાય છે.
આપણને દૂરના સાધુ પ્રત્યે સદ્ભાવ એટલા માટે છે કે તેઓ આપણાથી દૂર છે. તે સંયમી છે- માટે તેના પર સદ્ભાવ હોય એવું પ્રાયઃ હોતું નથી. પણ ‘તેણે મને હેરાન નથી કર્યો. માટે મને તેના પર સદ્ભાવ છે'- એવું હોવાની સંભાવના વધુ છે. જેમ દૂર રહેલ સાધુ સાધુવેશમાં છે તેમ મારી પાસે રહેલ સાધુ પણ સાધુવેશમાં જ છે. જેમ દૂર રહેલા પાસે ભગવાનનો માર્ગ છે તેમ મારી પાસે રહેલ સાધુ પાસે પણ ભગવાનનો માર્ગ છે જ. તો પછી પાસેના-નજીકના સંયમી પ્રત્યે બહુમાન કેમ નહિ ?
સામેવાળો સાધુ પ્રતિકૂળ આચરણ કરે અને આપણો એના પરનો સદ્ભાવ તૂટે તો સમજવું કે જાગેલો સદ્ભાવ તૂટવા માટે જ જાગ્યો હતો. એક સાધુ પ્રત્યે દુર્ભાવ જાગે એટલે ‘અભિપ્રાયમાં અઢી દ્વીપના તમામ સાધુ પ્રત્યે દુર્ભાવ છે' તેમ જ સમજવાનું. એક સંયમીની અવહેલનામાં ત્રણ કાળના તમામ સંયમીની અવહેલનાનું પાપ લાગે છે. માટે જ ઓઘનિર્યુક્તિમાં જણાવેલ છે કે ‘મ્મિ દ્વિિિમ્મ સવ્વ તે દિનિયા કુંતિ (ગા.૨૬)'
હિમાંશુસૂરિ મહારાજા એટલે તપસ્વીમાં શિરોમણિ. જો ભૂલેચૂકે એના દોષો બોલીશ તો મારૂં ખરાબ દેખાશે. માટે આપણે તેની નિંદા ન કરીએ. પણ જો કોઈક નાનો સાધુ હોય, જેને ૧૦ મી ઓળી ચાલતી હોય, તેનું ઘસાતું સહેજે સહેજે બોલાઈ જાય કે “પારણામાં જો જો, તૂટી પડશે.” આવું થતું હોય તો તેનું કારણ “મારે કોઈ પણ સાધુ પ્રત્યે દુર્ભાવ કરવો નથી.” એવો દૃઢ પરિણામ કે પ્રણિધાન નથી. માટે કોઈને પણ સહેજે સામેવાળા પ્રત્યે દુર્ભાવ થાય તેવું ઘસાતું બોલાઈ જાય છે. માટે લક્ષ રહેવું જોઈએ કે જે પણ બોલીએ તે સંઘર્ષ ઘટે તેવું બોલીએ, સદ્ભાવ અને સમાધાન થાય તેવું બોલીએ. કોઈની સાથે જૂનો ઝઘડો યાદ ન કરવો-ન કરાવવો કે નવો ઝઘડો ઉભો
૪૬૬