________________
પણ અપ્રીતિ ઊભી કરીને અસમાધિ ન આપીએ, માર્ગવિમુખ ન કરીએ. પણ આ સંદેશો આપણે કેટલો લીધો ? આવું ન વિચારીએ તો આપણે છતી આંખે આંધળા છીએ અને છતે કાને બહેરા છીએએમ માન્યા વિના છૂટકો નથી. આવી જ દશા કાયમ રહે તો ખેદ સાથે કહેવું પડશે કે આપણને જીવતા તીર્થંકર મળે તો પણ આપણું ઠેકાણું નહિ પડે. ગૌતમસ્વામીથી પણ આપણું ઠેકાણું નહિ પડે.
ભગવાનના જીવનમાં બનેલા પ્રસંગોનું ‘પોસ્ટમોર્ટમ’ કરીએ તો પણ આંતરિક જાગૃતિ આવી જાય. ઊંચું જીવન જીવીને ભગવાન “હું તને બોધપાઠ આપું” એમ પોતાનો અધિકાર સ્થાપવા ઈચ્છતા નથી. પરંતુ “મારા જીવનમાંથી તું કાંઈક સારું શીખ” એમ ઈચ્છે છે. વીતરાગ ભગવાનનો પરમ માર્ગ આપણને ખરા અર્થમાં સમજાયસાચી રીતે ગમે આપણા હૃદયમાં તાત્ત્વિક રીતે ઉગે તો આપણા આત્માનું વાસ્તવિક કલ્યાણ થાય. માત્ર પરોપદેશથી આપણું ખરું કલ્યાણ થવાનું નથી. પરંતુ પ્રત્યેક અવસ્થામાં સ્વને ઉપદેશ આપવાનો છે. આ કાર્ય આચાર્યો માટે પણ દુષ્કર છે. માટે જ યોગસાર ગ્રન્થમાં કહેલ છે કે- ઉપવેશવિના વિશ્ચિત્ થિત્વત્ ાર્યતે પરઃ । સ્વાત્મા તુ સ્વહિતે યો મુનીન્દ્રરપિ તુરઃ ।। (૧/૨૬) પણ આપણે જાતને સમજાવવાનું દુષ્કર કાર્ય જ ઉલ્લાસથી કરવાનું છે.
ભગવાને બીજાની સમાધિ માટે ચોમાસામાં વિહાર કર્યો, અપવાદનું સેવન કર્યું. આપણે તો ઘણી વાર ઉત્સર્ગમાર્ગે ચાલીને પણ બીજાને સંકલેશ કરાવીએ છીએ- એનું અંદરમાં દુઃખ પણ થતું નથી. આપણે સંયમી પ્રત્યે આપણને થયેલા દુર્ભાવને આપણા અપરાધરૂપે સ્વીકારતા જ નથી. દૂર રહેલા સાધુની પેટ ભરીને અનુમોદના કરીએ, પણ પાસે રહેલા બે-ચાર સારા સાધુની નિંદા ભરપેટ થતી હોય તો સમજવું પડે કે દૂરનાની થતી અનુમોદના ફક્ત હોઠથી છે. અથવા પાસેનાની અનુમોદના ન કરવા માંગતા હોઈએ એટલે પણ દૂરનાની અનુમોદના થાય તેવું પણ સંભવે. ‘શિવમસ્તુ સર્વ જગતઃ’ બોલીએ તેમાં ‘આખા જગતનું કલ્યાણ
૪૬૫