________________
દિશાસૂચક એવા શાસ્ત્રો આપણને મળ્યા છે. યોગદષ્ટિસમુચ્ચયમાં કહેલ છે કે મુક્તિ, મુક્તિમાર્ગયાત્રી વગેરે પ્રત્યે અદ્વેષ નામનો ગુણ આવે તો જીવ યોગની ૧લી મિત્રા દૃષ્ટિમાં ગણાય. હું ઝઘડો કરૂં તો કેટલામી દૃષ્ટિમાં? વળી તે ઝઘડો કોની સાથે? સંસારીની સાથે કે સંયમીની સાથે ? વગર વાંકે પોતાના નિમિત્તે મનદુઃખ-દ્વેષ ઉભો કરનારા કલ્યાણમંત્રીને ખમાવવા ધર્મસાગર ઉપાધ્યાય સામે ચાલીને ગયા. અર્થાત્ ગૃહસ્થની પણ ભૂલને સાધુ ન નોધે. - આપણે ગૃહસ્થની પાસેથી પેન મંગાવી અને ચાર દિવસ મોડી મળી તો શું કરવાનું ? “તેને ન લાવવી હોય તો ના પાડી દેવી હતી ને ! આમ મોડું થોડું કરાય? ...” વગેરે વિચારીને ઝઘડવું કે ક્લેશ કરવો તે સાધુની મર્યાદા નથી. આપણે વ્યાખ્યાનમાં બોલીએ કે “સંસાર એટલે ધારેલું કંઈ ન થાય અને ન ધારેલું બધું થાય” પણ શ્રદ્ધાના સ્તરે આ આપણા જીવનમાં કેટલું ઉતરે ? આવી આંતરિક જાગૃતિ હોય તો ગૃહસ્થની સાથે જીભાજોડી ન થાય. “મારે કોઈ પણ સંજોગમાં કોઈને પણ અસમાધિ નથી આપવી” આવા પરિણામ ન હોય તો પોતાને સંકલેશ થાય તેવા જ સંયોગ પ્રાયઃ મળે. “મેં બીજાને અસમાધિ આપી. માટે મને અસમાધિ થઈ આવો હાર્દિક સ્વીકાર કરીએ તો પણ સંયમી પ્રત્યે તો વૈષ ન જ થાય.
પોતાના નિમિત્તે તાપસને અપ્રીતિ થઈ તો મહાવીર સ્વામી ભગવાને ચાલુ ચોમાસામાં વિહાર કર્યો હતો. સ્તવપરિજ્ઞા, પંચાલકજી, પંચવસ્તુ મહાવીરચરિયું (શ્રીનેમિચન્દ્રસૂરિકૃત) ગ્રન્થમાં આ ઘટનાની નોંધ કરતા જણાવેલ છે કે “સો તવિસડડસમાણો તેહિં સંપત્તિયં મુwiા પરમં સવોથિવીયું તો તો દંતડાજોડવા” (ત.૫.૬, પડ્યા.૭/૦૫, પં.વ.999૬, મ.વ.કૃ.૩૪) ધર્માત્મા કે મહાત્મા દ્વારા બીજાને થતી અપ્રીતિઅણગમો-ઉદ્વેગ ભયંકર અબોધિબીજ છે, બોધિદુર્લભતાનું કારણ છે -એમ સ્પષ્ટપણે ઉપરોક્ત ગાથામાં જણાવેલ છે. આના દ્વારા ભગવાન આપણને મૂકસંદેશો આપે છે કે ક્યારેય પણ આપણે કોઈને અજાણતા
४१४