________________
કરીએ છીએ. આ રીતે લૌકિક ભાવથી કરેલી આરાધનાના પરિણામે આપણે લીધેલા અનંતા ઓઘા નિષ્ફળપ્રાયઃ ગયા. આ બાબતમાં ઊંડાણથી સંવેદનશીલ હૃદયે વિચારીએ તો વર્તમાનમાં મળેલ ઓઘો કેવી રીતે સફળ બને? તે અંગે ઘણું વિચારી શકાય.
નિશીથભાષ્યમાં, બૃહત્કલ્પભાષ્યમાં અને ઘનિર્યુક્તિમાં દષ્ટાંત આવે છે કે - જંગલમાં એક વાર બે કાચીંડા વચ્ચે ઝઘડો થયો. ત્યાં જાગૃત એવા વનદેવતાએ બીજા પ્રાણીઓને ચેતવણી આપતા કહ્યું કે “પ્રાણીઓ ! જાગો. આ કાચીંડાને ઝઘડતા બંધ કરો. તેમને શાંત કરો.” જંગલમાં પ્રાણીઓએ આ સાંભળવા છતાં ઉપેક્ષા કરી કે “આ બે કાચીંડા ઝઘડે તેમાં જંગલને કે આપણને શું નુકસાન થવાનું ?', અને પેલા બે કાચીંડા ઝઘડતા રહ્યા. ત્યાં એક હાથી શાંતિથી સૂતો હતો. એક કાચીંડો ભાગતો-ભાગતો હાથીની સૂંઢની અંદર ઘૂસી ગયો. તેની પાછળ બીજો કાંચીડો સુંઢમાં ઘૂસી ગયો. તોફાની કાચીંડા અંદર ઘૂસવાને લીધે તે હાથી વેદનાથી ગાંડો બની ગયો અને જંગલના ઝાડો તોડવા માંડ્યો. એમ જંગલને ખેદાનમેદાન કરતો તે હાથી સરોવરની પાસે પહોંચ્યો અને તે સરોવરની પાળ પણ તોડી નાંખી. આખા જંગલમાં સરોવરનું પાણી ફરી વળ્યું. જંગલના નાના-મોટા હજારો પ્રાણીઓ ખલાસ થઈ ગયા. માત્ર બે નાના પ્રાણીના ઝઘડાથી આખું જંગલ ખતમ થઈ ગયું. આ ઘટનાને દર્શાવતા નિશીથભાષ્ય અને બૃહત્કલ્પભાષ્યમાં જણાવેલ છે કે
णागा जलवासीया ! सुणेह तस-थावरा !। सरडा जत्थ भंडंति अभावो परियत्तई ।। वणसंडसरे जल-थल-खहचर-वीसमण देवयाकहणं । वारेए सरडुवेक्षण धाडण गयणास चूरणता ।।
(નિ.મા.૨૭૮૫/૮૬, પૃ.મા.૧૭૩૨/ર૦૦૭) નાની નબળી ઘટનાને શરૂઆતથી જ અટકાવીએ તો મોટા નુકસાનમાંથી બચાય. માટે જ આવશ્યકનિયુક્તિ કહેલ છે કે
-૪૬૮ –