________________
अणथोवं वणथोवं अग्गिथोवं कसायथोवं च । ન ટુ મે વિસિયä, થોડં પિ સે વહું રોટ્ટ || (ા.નિ.૦૨૦)
ઋણ (દવું), શરીરનો વ્રણ (ઘા), આગ અને કષાય -આ ચારેય નાના હોય તો પણ તેનો ભરોસો ન કરવો. તેનાથી કદાપિ નિર્ભય ન રહેવું. કારણ કે નાના દેખાતા તે કયારે વિકરાળ-મહાકાય-દારુણ બની જાય ? તે અંગે કશું કહી ન શકાય. માટે ક્યારેય પણ શાંત પડી ગયા હોય તેવા ઝઘડાને સાધુએ ફરીથી ભૂતકાળનો કોઈક નબળો પ્રસંગ યાદ કરાવીને તાજેતરમાં ઉદીરણા કરીને ઉભો ન કરવો અને કોઈની પણ જોડે કોઈને પણ ઝઘડો થયો હોય તો તેને તરત જ શાંત કરવો. કાયમ પાણી બનવું પણ પેટ્રોલ તો હરગીઝ ન બનવું.
આપણે જો બીજાને અસમાધિ આપીએ તો ભવિષ્યમાં આપણને પણ અસમાધિ જ મળે ને ! આપણે જે કરીએ છીએ તે પીચકારી નથી પણ ફુવારો છે. પીચકારીમાંથી છોડેલું પાણી સામેવાળા પર જાય. જ્યારે ફુવારામાંથી પાણી આપણા જ ઉપર આવે. માટે જો પાણી ભરવું હોય તો ગંગાનું પાણી ભરવું, ગટરનું નહિ. આપણને પાણી ભરવાનો અધિકાર છે પણ પછી જે ભરેલ હોય તે જ અનુભવવું પડે- તેનાથી જ ભીંજાવું પડે. આપણે જેવું વલણ દેખાડીએ/કેળવીએ તેના આધારે પડઘા પડે. માટે જો જાગૃતિ કેળવીએ તો અધિકરણ = ઝઘડો થાય નહિ. આપણી પ્રત્યેક પ્રવૃત્તિ “પાણી ભરવા જેવી છે. પણ જાગૃતિ હશે તો ગંગાનું પાણી ભરાશે, નહિ તો ગટરનું પાણી ભરાશે. શાસ્ત્ર એ ગંગાનું પાણી છે અને દુર્ભાવ તે ગટરનું પાણી છે. શું ભરવું? તે આપણા હાથમાં છે. તે સમજવા છતાં ગટરનું પાણી જ ભરવાનું કામ કરશું તો આપણે ધિક્કારને પાત્ર અને સજાને પાત્ર બનશું. સંસારી તો અજ્ઞાની છે માટે દયાને પાત્ર ગણાય પણ આપણે નહિ. માટે પ્રત્યેક પળની જાગૃતિથી સંયમી પ્રત્યે સદ્ભાવ ટકાવીએ અને પરમપદને પામીએ એ જ મંગળ કામના.
'૪૬૯