________________
શૌહજ અનાટિનનું તાત્પર્ય
૧૪મું અસમાધિસ્થાન છે - નિસાયકારી વા
સ્વાધ્યાય તે સમાધિનું કારણ છે. પણ અકાળે સ્વાધ્યાય કરવો તે અસમાધિનું કારણ છે.
આચારાંગ વગેરે કાલિકશ્રુતને (જેમાં કાલગ્રહણ લેવા પડે તેવા આગમોને) ભણવા માટે ૧ લા અને છેલ્લા પહોરનો કાળ છે. આ રીતની જે મર્યાદા શાસ્ત્રમાં બતાવી છે તેનું ઉલ્લંઘન જો સાધુ કરે તો પ્રાંતદેવતા- નજીકના ક્ષેત્રના મિથ્યાત્વી દેવતા તેને હેરાન પણ કરી શકે. ગાંડા કરે-માંદા કરે ને ઉન્મત્ત બનાવે. તેનાથી મૃત્યુ પણ આવી શકે. આવું નિશીથભાષ્ય તથા ઓઘનિર્યુક્તિમાં આવે છે. જે સમયે જે કરવાનું હોય તે સમયે તે કરો તો તે સ્વ-પરને સમાધિનું કારણ બને. માટે જ શાસ્ત્રકારોએ સૂત્ર આપ્યું કે “ાને વાતં સમાયરે” (દશવૈકાલિકસૂત્ર-પ/ર/૪).
નિશીથસૂત્ર મુજબ, સામાન્યથી સૂર્યોદય પહેલાની ૪૮ મિનિટ, સૂર્યાસ્ત પછીની ૪૮ મિનિટ, પુરિમુડ઼ઢની આગળની અને પાછળની ૨૪-૨૪ મિનિટ અને મધ્યરાત્રિની ૪૮ મિનિટ એ કાળવેળા છે. સ્વાધ્યાય માટે તે અકાળ છે. આ સમયે વ્યન્તરાદિ દેવો અવરજવર કરતા હોય અને કરાતા (આગમાદિસંબંધી) સ્વાધ્યાયમાં રહેલા મંત્રાક્ષરગર્ભિત અક્ષરો અને ધ્વનિના કારણે દેવતાઓને ચાલવામાં વિન્ન થાય, અલના થાય.
આવશ્યક નિર્યુક્તિ (ગા.૧૩૩૬) અને નિશીથચૂર્ણિમાં દષ્ટાંત આવે છે કે- એક વાર સાધુ રાત્રે ૧૨-૩૦ વાગે સ્વાધ્યાય કરતા હતા. તે જોઈને ત્યાં રહેલી શાસનદેવી ભરવાડણના વેશમાં પસાર થાય છે અને બોલે છે “છાસ લો, છાસ...” આ સાંભળી પેલા १. अकालसज्झायकारी य कालियसुयं उग्घाडापोरिसीए पढइ, पंतदेवया असमाहीए जोएइ ।
H૪૭૦
(૪૭૦