________________
સાધુએ ઠપકો આપ્યો. “આ કાંઈ છાસ વેચવાનો સમય છે ? અત્યારે છાસ કોણ લે ?” અને ત્યારે અત્યારે કાંઈ સ્વાધ્યાયનો સમય છે?” એમ સમજાવી દેવી પાછા ગયા.
સાધુને હેરાન કોણ કરે ? ભગવતીસૂત્રમાં જણાવ્યા મુજબ અડધા સાગરોપમ કરતાં ન્યૂન આયુષ્ય વાળો દેવ સાધુને (આપણને) ચલાયમાન ન કરી શકે. કારણ કે આપણે વ્યવહારથી જયણાપૂર્વક ભગવાનના માર્ગે ચાલીએ છીએ. તેથી ઈરાદાપૂર્વક આરાધનામાં ઘાલમેલ કરીએ અને આજ્ઞાનો ભંગ કરીએ તો જ આપણને તે દેવતા હેરાન કરે, માંદગી આપે વગેરે થઈ શકે. માંદગી વગેરેમાં તીવ્ર સંક્લેશ થાય તો ભૂતકાળની તમામ સાધના ઉપર પાણી ફરી વળે તેવું પણ બને. સામાન્યથી જેનું આયુષ્ય અડધા સાગરોપમ કરતા ઓછું હોય તે વ્યંતર, ભવનપતિ વગેરે નીચેના નિકાયના દેવ તથા ફક્ત પ્રથમ-દ્વિતીય વૈમાનિક દેવલોકના દેવ હોય. તેઓ અપ્રમત્ત સાધુને હેરાન કરી શકે નહિ.
પૂર્વધરના શાસ્ત્રો અને આગમશાસ્ત્રો કાળના સમયે ભણાય નહિ. પણ વ્યવહારસૂત્રના સાતમા ઉદેશામાં જણાવ્યું છે કે પૂર્વધરરચિત સ્તોત્રનો પાઠ કાળના સમયે પણ થઈ શકે, માટે નમિણ, કલ્યાણમંદિર (જે સિદ્ધસેન દિવાકર સૂરિ મહારાજાએ બનાવેલા છે તે) બેસતા વર્ષે છ વાગ્યે અને દિવસના પણ અકાળ સમયે સ્તોત્રપાઠરૂપે બોલી શકાય. આગમનું અકાળ સમયે રીવીઝન = પુનરાવર્તન ન થાય, પણ ચિંતન થઈ શકે. વૃદ્ધાવસ્થા કે અત્યંત મંદસ્મૃતિ વગેરે કા૨ણે ભૂલી ન જવાય માટે અપવાદમાર્ગે ગુરુ રજા આપે તો રીવીઝન (પક્ખીસૂત્ર વગેરેનું) થઈ શકે. હરિભદ્રસૂરિ મહારાજા પૂર્વધર નહોતા. માટે તેમના ગ્રંથો શાશ્વતી ઓળી વગેરે અસાયના દિવસોમાં પણ વાંચી શકાય. કર્મગ્રંથ છઠ્ઠો અને કમ્મપયડી શિવશર્મસૂરિ મહારાજાએ બનાવેલા છે. તે પૂર્વધર હતા. માટે કાળવેળાએ તે ગ્રન્થો ન ભણી શકાય. નવતત્ત્વ પણ ન
૪૭૧