________________
ભણાય. (ફાગણ આદિ) ચોમાસીના અઢી દીવસ અને શાશ્વતી ઓળીના ૧૨ દિવસ અસક્ઝાય ગણાય. એક મત મુજબ શાશ્વતી ઓળીના પ્રથમ ત્રણ દિવસ સિવાય તત્ત્વાર્થસૂત્ર વગેરે ભણી શકાય.
સામાન્યથી આગમાદિનો સ્વાધ્યાય તે સમાધિનું કારણ છે. પણ તેની મંત્રશક્તિનો પ્રભાવ શુદ્રદેવતા સહન કરી ન શકે. ચાર સંધ્યા (કાળવેળા) તેવા દેવોની અવરજવર વધારે રહે છે. માટે ત્યારે સ્વાધ્યાય ન કરવાનું શાસ્ત્રકારોએ જણાવેલ છે.
તે જ રીતે મકાનમાં સાધુ માંદા હોય ત્યારે અસ્વાધ્યાયનો સમય જાણવો. વૈયાવચ્ચના સમયે ગ્લાનની સેવા ન કરે અને ભણે તે ભણવા છતાં જ્ઞાનાવરણ કર્મ બાંધે છે. વળી સંયમીની ઉપેક્ષા કરવાથી ચારિત્રાવરણ બાંધે છે. નિરપેક્ષપણે આજ્ઞાભંગના પાપે મિથ્યાત્વ મોહનીય કર્મ પણ બાંધે. જો ગ્લાન સાધુની સંભાળ માટે વ્યવસ્થા થઈ હોય અને પોતે સ્વાધ્યાય કરે તો વાંધો નથી. પરંતુ તેવું ન હોય અને પોતે સ્વાધ્યાય કરે તો બંધાયેલ જ્ઞાનાવરણ અને મોહનીય કર્મ એકીસાથે ઉદયમાં આવે જેના કારણે એકાંતે અસમાધિ થાય. અન્ય સંયમીને અસમાધિ કરાવનાર યોગ આપણને પણ અસમાધિ કરાવે.
માંડલીમાં બાળમુનિ, વૃદ્ધસાધુ ગ્લાન વગેરે હોય અને રોજ ગોચરી વધ-ઘટ થવાની ઘણી શક્યતા હોય અને બીજા કોઈ વધેલું વાપરી શકે તેમ ન હોય તેમ છતાં ત્યારે પોતે એકાસણા પકડી જ રાખે અને ગોચરી વધે તો કાયમ પરઠવી દે તેવું ન ચાલે. ગ્લાનને અસમાધિ થાય તેવું ન ચાલે. ગ્લાન માટે જે છાસ લાવીએ તે છાસ મોળીના બદલે ખાટી નીકળે. ગ્લાન વાપરે અને વધારે તબિયત બગડે એવું હોય તો તેવા સમયે પોતે નવકારશી રાખી હોય તો ગ્લાનને અસમાધિ ન થાય માટે પોતે વાપરી જાય. આવા સમયે ગ્લાનને અસમાધિ થાય તે ન ચાલે. તેવા સંયોગમાં જડતાથી પકડી રાખેલ એકાસણાની આરાધના પણ આત્માને
૪૭૨