________________
વિરાધક બનાવે. આવા સમયે એકાસણાના અભિગ્રહપૂર્વક કે ધારણાઅભિગ્રહપૂર્વક નવકારશી વગેરે પચ્ચકખાણ થઈ શકે. આમ દરેક આરાધનામાં વિવેક મુખ્ય છે. વિવેક મૂકાય તેવી આરાધના માયકાંગલી બને છે અને જેમાં વિવેક ભળે તેવી આરાધના મજબૂત અને ચેતનવંતી બને છે, આનંદ અને પ્રસન્નતા વધારનારી બને છે. તેનાથી “હું ભગવાનના માર્ગે ચાલુ છું.” એવી પ્રતીતિ ચોક્કસ થાય.
આરાધનાના ભાવ તો અભવ્યને પણ જાગે. પણ આરાધકપણાની પ્રતીતિ થવી તે એક અલગ ચીજ છે. વિવેકદષ્ટિવાળાને આરાધનાના ભાવ હોય પણ ‘હું ભગવાનના તાત્ત્વિક આશયપૂર્વકનું અંતરંગ જીવન જીવું છું.’ એવો અંદરમાંથી સ્વયંભૂ અણસાર મળે તે અલગ જ ચીજ છે. જેટલો પારમાર્થિક માર્ગ સમજ્યા છીએ તેટલો માર્ગ વિવેકને ચૂક્યા વિના, શક્તિને છૂપાવ્યા વિના પાળીએ તો આ પ્રતીતિ થાય.
વર્તમાનમાં આપણું જીવન આમ તો બકુશ અને કુશીલ છે. પરંતુ (૧) આપણે પરાર્થવ્યસની ભગવાનનો જેટલો માર્ગ જાણીએ (૨) જેટલા પ્રમાણમાં તે માર્ગે ચાલવાની શક્તિ હોય અને (૩) આપણો ક્ષયોપશમ જેટલો પહોંચે તે રીતે પ્રામાણિકતાથી અને સરળભાવે પ્રયત્ન કરીએ તો સંતોષ થાય કે ‘હું ભગવાનના અંતરંગ આશયને સાચવીને આરાધના કરૂં છું.' જો આવું હોય તો “સખ્યાપ્ વકૃતો વળે વળે નળેક વેરાં' આ ઉક્તિ આપણા માટે સાચી પડે. બાકી પોપટ પાઠની જેમ સ્વાધ્યાય કરવાથી ઝાઝો અર્થ સરતો નથી.
માંદગીમાં હોસ્પિટલમાં દાખલ થવું પડે ત્યારે તપ, સ્વાધ્યાય, ઊભા-ઊભા પ્રતિક્રમણ વગેરે કાંઈ થવાનું નથી. આપણી પ્રસન્નતા જો માત્ર બાહ્ય આરાધનાથી ટકતી હોય તો ત્યારે પ્રસન્નતા ટકશે કેવી રીતે ? જેટલા લોકોત્તર ભાવો કેળવેલા હોય તેના આધારે સાચી પ્રસન્નતા ટકે. બાકી તેવા સંયોગમાં એકાસણા ન થવાની હાયવોય કરવી તે
૪૭૩