________________
તો આર્તધ્યાન જ છે. દરેક સંયમી પાસે એવી કળા હોવી જોઈએ કે પ્રત્યેક યોગ અને પ્રત્યેક પરિસ્થિતિ પોતાના માટે માત્ર સંવર અને નિર્જરામાં ફેરવાઈ જાય. પ્રત્યેક પરિસ્થિતિમાંથી અસંગ રીતે પસાર થવાનું છે. આનો ઊંડો વિચાર હોવો જોઈએ. રોજીંદા જીવનમાં ઉપલક સંતોષ હોય પણ આ પ્રકારની જીવન પદ્ધતિથી તાત્ત્વિક આત્મકલ્યાણ કેટલું ?” એ વિચારીએ નહિ તો ઠેકાણું ન પડે.
ભગવાનના અંતરંગ માર્ગની પ્રાપ્તિની ખરી ઝંખના અંદરમાં ઉગે તો ભગવાનનો માર્ગ મળે. બાકી શાસ્ત્રમાં લખાયેલો, રજોહરણ લઈને, વેશપરિવર્તન કરીને વ્યવહારથી પાંચ મહાવ્રત પાળવાનો બહિરંગ માર્ગ તો અભવ્યને અને આપણને અનંતીવાર મળ્યો. અત્યારે ઉપલબ્ધ ૪૫ આગમો ભેગા કરો તો પણ તે “૧ પૂર્વ જેટલા પણ પ્રમાણવાળા ન થાય. માટે કંઠસ્થ થયેલ શાસ્ત્ર, ગાથાનો સ્ટોક, પ્રવચનની શક્તિથી કે શિષ્ય પરિવારથી ઠેકાણું ન પડે. આપણી આંતરિક નિર્મળ અને કોમળ પરિણતિના આધારે આપણું ઠેકાણું પડે. “કોઈ પણ પરિસ્થિતિમાં મારા પરિણામ મોક્ષાભિમુખ રહે છે કે નહિ ? માયા-મમતા-મહત્ત્વાકાંક્ષાથી અંતઃકરણ મલિન તો થતું નથી ને ? પુણ્યોદયનું આકર્ષણ અંદરમાં અડ્ડો જમાવીને બેસેલ નથી ને ?” એ વિચાર જો સતત જાગતો રહે તો દેવગુરુકૃપાથી મળેલ કોઈ પણ વસ્તુનું અજીર્ણ ન થાય. કર્મસત્તા સામે આપણી જીત આપણા આંતરિક સ્વચ્છ પરિણામથી છે, ભગવાનના આશય મુજબના પરિણામથી છે. તપ-ત્યાગ- પ્રભાવનાઉપધાન કરાવવા-સંઘ કઢાવવા વગેરે માત્ર બાહ્ય પ્રવૃત્તિથી જીત નથી.
જ્યારે પ્રત્યેક યોગ આપણામાં પરિણમે, આપણને પ્રસન્ન બનાવે, આત્મસંતોષ કરાવે તો સમજવું કે આપણે ભગવાનના માર્ગ છીએ. વ્યવહારથી દીક્ષા પર્યાયની વૃદ્ધિ અને મળેલી પુણ્યશક્તિ, સત્તા કે અધિકાર ભગવાનના માર્ગને અપાવતા નથી.
૪૭૪