________________
તે માટે નિરંતર જાગૃતિ કેળવવી પડે કે “માત્ર બાહ્ય આરાધના અને પુણ્ય ઉપર મારે મદાર નથી બાંધવો. પણ ભગવાનના વચન મુજબ અંદરની પરિણતિ ઘડીને મારે નિશ્ચિત બનવું છે.” આ જાગૃતિ સાથે જિનવચનો ઘંટાય, તેનું પરિશિલન - ચિંતન - મંથન થાય, આંખના આંસુ અને હૃદયના સમર્પણ પૂર્વક આત્માના ઉદ્ધારની તમન્ના થાય તો મળેલ યોગસાધના તારક બને. તેનાથી ઊંધુ કરવામાં અર્થાત્ ભગવાનની ના હોય તે કામ કરવામાં, તે રીતે કામ કરવામાં આજ્ઞાભંગનું પાપ લાગે અને તેનાથી અસમાધિ થાય. કારણ આજ્ઞાભંગમાં આજ્ઞાથી વિપરીત પરિણામ રહેલા છે.
પૂજ્ય હરિભદ્રસૂરિ મહારાજા ઉપદેશપદ (ગા.૨૩૮) ગ્રંથમાં કહે છે કે શુદ્ધ આજ્ઞાબહુમાન = આજ્ઞાયોગ તે મોક્ષમાર્ગ છે. “પ્રત્યેક સંયોગોમાં મારા પરિણામ કેવા કરૂં એવી જિનાજ્ઞા મને મળેલી છે?” – આ વિચાર કરીને તે મુજબ વલણ-વર્તન કેળવવું તે મોક્ષમાર્ગ છે, આજ્ઞાયોગ છે. શાસ્ત્ર દ્વારા તેવી પ્રવૃત્તિ અને પરિણામ જાણીને સંયમી તે અનુસાર જીવન બનાવે તો જ આજ્ઞાબહુમાન તાત્ત્વિક કહેવાય અને તો જ વિશુદ્ધ આજ્ઞાયોગ મળે. માટે “વર્તમાનમાં હું શું કરું કે જેથી (૧) તે બધું ભગવાનને માન્ય થાય ? (૨) ગુરુ-આજ્ઞાનું પાલન થાય? (૩) વિશુદ્ધ સંવર અને પ્રબળ નિર્જરા થાય ?' આ વિચારવું જોઈએ.
વિહારમાં નૂતન દીક્ષિત સૌથી પાછળ હોય તો તેની સાથે રહેવાનો વિચાર આરાધક બનાવે, ભલે આપણે મોડા પહોંચીએ. તેના બદલે તે એકલા પડી જાય તો તેમાં શક્યતા એ છે કે કદાચ તેનો સંયમ પ્રત્યેનો સદ્ભાવ અને સંયમી પ્રત્યેનો વિશ્વાસ તૂટી પડે. આરાધનાથી તાત્ત્વિક કલ્યાણ તો જ થાય, જો આરાધકભાવને ટકાવીને આરાધના કરીએ. આરાધકભાવ ખતમ કરીએ તો તેવી આરાધના પરમાર્થથી કલ્યાણકારી બની ન શકે. દા.ત. બોલતી વખતે મુહપત્તિનો ઉપયોગ ન રાખે એવા સાધુ
તેના સંયમ ની તાત્વિક
૪૭૫