________________
પરનો દ્વેષ, આપણી મુહપત્તિના ઉપયોગપૂર્વક બોલવાની આરાધના પર પાણી ફેરવી દે. તે જ રીતે નવકારશી કરનારા ઉપર દ્વેષ, દોષિત ગોચરી વાપરનારા પર દ્વેષ, પ્રતિક્રમણ બેઠા બેઠા કરનારા ઉપર દ્વેષ અને અણગમો આવે તો આપણી અન્ય આરાધના વિશુદ્ધ અને અપ્રમત્ત દેખાતી હોય છતાં પણ તે અંદરથી સડેલી છેતેમ જાણવું.
માટે રોજ ૫-૧૦ મિનિટ આ બધું વિચારીએ તે જરૂરી છે. ઓઘો બાંધતા, કાપ કાઢતા આ વિચારીએ કે હું જે કરું છું તેમાંથી ભગવાનને માન્ય કેટલું? હું જે પરિણામથી કરૂં છું તે પરિણામ પણ ભગવાનને માન્ય કેટલો ?” સંયમજીવનની પ્રત્યેક પ્રવૃત્તિ તે આરાધના છે. પણ તેમાં આરાધકભાવ ભળે તો તે બળવાન બને. દૂધપાક બનાવવા દૂધમાં સાકર નાખવાની ન ભૂલાય અને મીઠું ન નખાય. તેનાથી વહુ
ફૂવડ”માં ગણાય. અહીં દૂધના સ્થાને આરાધના, મીઠાના સ્થાને વિરાધકભાવ અને સાકરના સ્થાને આરાધકભાવ સમજવા. સાકર નાખવાની ભૂલાય અથવા મીઠું નખાય તો વહુનું સ્થાન નીચું ઉતરે તેમ આરાધકભાવ ન ભેળવું અથવા વિરાધભાવ લાવું તો કેવળીની દૃષ્ટિમાં મારું સ્થાન નીચું ઉતરે. “હું ક્યાં છું ?” એની ગતાગમ ન હોય તો જીંદગી પૂરી થઈ જાય અને જ્ઞાનીની દૃષ્ટિમાં નીચે ઉતરેલો રહી જાય. “હું શું કરું? એવી ભગવાનની, ગુરુની અને શાસ્ત્રની આજ્ઞા મને મળેલી છે તે વિચારવું. “હું શું કરું તો ભગવાન પ્રસન્ન થાય ?” તે વિચારવું.
આપણે સ્વાધ્યાય કરવાનો તે શા માટે ? વિદ્વત્તા માટે? કે કર્મબંધ ન થાય તેવું જીવન બનાવવા માટે ? રોજ એક જણ પાંચ ગાથા ગોખે. એક દિવસ ગાથા ગોખવાની ભૂલાઈ ગઈ અને મનમાં તેનો રંજડંખ રહે તો આવો ડંખ દેવલોક આપી શકે. પરંતુ “એક પણ ગોખેલી ગાથા ક્યારેય પરિણમી નહિ તેનો સાચો ડંખ જો ઉભો ૧. ‘તુમ તુટે સુખ થાય, મનના માન્યા.” (ઉપાયશોવિજયકૃત સ્તવન- ચંદ્રપ્રભ જિન સાહેબા રે...)
'૪૭૬