________________
તથા વધુ પડતા માપવાળા લાંબા કપડા વગેરે હોય તે બધું અધિકરણ.
મહાનિશીથ સૂત્રના ચોથા અધ્યયનમાં તથા ગચ્છાચારપયન્ના વૃત્તિમાં નેમિનાથ ભગવાનના સમયનું એક દષ્ટાંત આવે છે. સુમતિ અને નાગિલ નામના બે ભાઈ હતા. અન્ય રાજ્યમાં જઈ રહેલા પાંચ સાધુ અને એક શ્રાવકવાળા સાર્થમાં બન્ને ભાઈ જોડાયા. નાના ભાઈ નાગિલે તે સાધુઓની સાથે રહેવાની ના પાડી. મોટા ભાઈએ પ્રશ્ન કર્યો “કેમ ?” મોટા ભાઈ સુમતિને નાગિલે કહ્યું. “આ સાધુ પાસે એકના બદલે બે મુહપત્તિ છે. આ સાધુને વિશ્વાસ નથી કે સંયમના પ્રભાવે ઉપયોગ-જાગૃતિ રાખવાથી મારી મુહપત્તિ ખોવાશે નહિ. કદાચ ખોવાઈ જશે તો સામેથી બીજી મુહપત્તિ વહોરાવનાર મળી જશે. આવા પરિણામ ન હોવાથી તે બે મુહપત્તિ રાખે છે. તેથી તે પાસત્થા છે. ભગવાને પાસસ્થાને અદર્શનીય-અવંદનીય તરીકે જણાવ્યા છે.” આમ કહેવા છતાં મોટાભાઈએ તો તે સાધુની પાસે દીક્ષા લીધી. જિનાજ્ઞા ન માની. માટે બીજા ભવમાં તે પરમાધામી થયા. આવી વાત કેવળજ્ઞાની ભગવાન મહાવીરે કરી. નાનો ભાઈ આરાધક બન્યો.
આપણા જીવનમાં પરિગ્રહ કેટલો? તેનો વિચાર આપણે કરવાનો છે. જેટલું વધારે લાગે તેનું વિસર્જન કરીએ તો જિનવચન ઉપર શ્રદ્ધા કહેવાય. “આ કામ લાગશે. આની જરૂર તો નહિ પડે ને ! પછી આ નહિ મળે તો? વહોરાવનાર નહિ મળે તો? પછી મારું શું થશે?' આવી શંકા થાય તે પણ જિનવચન ઉપર કે સંયમપ્રભાવ ઉપર અશ્રદ્ધા કહેવાય. - પૂજ્ય હરિભદ્રસૂરિ મહારાજા યોગદષ્ટિ સમુચ્ચય નામના ગ્રંથમાં યોગમાર્ગમાં પ્રવેશેલા જીવોના Symptoms બતાવે છે અને યોગની ચરમ સીમાએ પહોચેલાના પણ Symptoms બતાવે છે. ત્યાં “તારા” દૃષ્ટિમાં રહેલા અર્થાત્ પ્રારંભિક કક્ષાના ધર્મી જીવો માટે એક લક્ષણ બતાવેલ છે કે “પરિતિ : પ્રાયો વિધાતોગપિ ન વિદ્યતે” (શ્લોક પ૬) અર્થાત્ સાધનાના ઉપકરણ મેળવવા માટે થયેલી તેમની ઈચ્છા પ્રાયઃ ક્યારે પણ નિષ્ફળ જાય નહિ. આનો મતલબ એ થયો કે “આ
———૪૧૩}