________________
ઉપકરણ મળશે કે નહિ ?” આવી શંકા જીવને યોગના પહેલા તબક્કામાં પણ ટકવા દેતી નથી. યોગીને ક્યારે પણ બિનજરૂરી - અનુચિત - રાગપોષક ઈચ્છા થાય નહિ અને સાધના માટે આવશ્યક સામગ્રી અંગે થતી ઈચ્છા (નિકાચિત અંતરાય કર્મ ન હોય તો) પૂરી થયા વિના રહે નહિ. આ કુદરતનો કાયદો છે.
વળી વર્તમાનકાળમાં તો એક કામળી માગતા ૧૦ કામળી મળે છે. છતાં ભેગું કરવાની વૃત્તિ છૂટતી ન હોય તો તે સંયમની નિશાની નથી. આ વૃત્તિ (૧) સાધુને અવંદનીય બનાવે છે. (૨) ઉપકરણને અધિકરણ બનાવે છે. (૩) જીવને પ્રાયઃ દુર્ગતિગામી બનાવે છે.
વધારે પડતી ઉપાધિ હોય તો (૧) પ્રાયઃ પડિલેહણ થાય નહિ. કારણ કે એમાં કંટાળો આવે. (૨) અને પડિલેહણ કરે તો જેમતેમ કરે. તેથી દુષ્પડિલેહણનો દોષ લાગે. માટે ઉપધિ વધારવી જ નહિ. मूलं नास्ति कुतः शाखा ?
વિહારમાં વધુ પડતી ઉપાધિ ઉંચકાય નહિ. કારણ કે આપણા સંઘયણ અને મન બંને લગભગ નબળા છે. તેથી વધારાની ઉપધિ ઉંચકવા માટે સાયકલ રાખવી પડે. તે સાયકલ ચલાવનાર માણસની ખાવા-પીવાની અને પગારની ચિંતા આપણે કરવી પડે. શિષ્યની સારસંભાળની ચિંતા કરતા પણ પ્રાયઃ તે ચિંતા વધારે હોય. તેના પગાર માટે પોતાના પાકીટમાં પૈસા આવી જાય તો ય નવાઈ નહિ. આવી શક્યતાઓ જોઈને દીર્ધદષ્ટિવાળા મહાપુરુષોએ બિનજરૂરી વધુ પડતા પરિગ્રહનો નિષેધ કર્યો. સાથે રાખેલ માણસ રાત્રિભોજન કરે, બીડી પીવે વગેરે પાપો પણ આપણા માથે આવે, કારણ કે તે માણસ આપણા માટે આપણી સાથે રહે છે. માટે સાચો વિકલ્પ એ જ છે કે આપણી શક્તિ-ત્રેવડ હોય એટલું જ જરૂર પૂરતું રાખીએ અને ઊંચકીએ. આમ કરીએ તો સુખશીલતા વગરની સાચી સમાધિ ટકે. આવી સમાધિ હોય તો પરલોકમાં શાસન મળે. અહીં જે જીવનભર સમાધિ ટકાવે તેને પરલોકમાં સમાધિના સાધનો અને સમાધિ મળે.
૪૧૪