________________
તેવી ભૂમિકા છે? આત્મદશા ઉન્નત બનાવી હોય તો જ રાત્રે સૂતી વખતે મોતને લલકારવાની, પરલોકને સ્વીકારવાની તૈયારી રાખીને કે - કદાચ સવારે ન ઉઠું તો વાંધો નથી-- એ રીતે સૂઈ શકાય. એવી ભૂમિકા તૈયાર થઈ છે ખરી? કે રાત્રે સૂતા સૂતા પણ જીવ અદ્ધર જ રહે એવી ભૂમિકા છે ? અને છતાં સૂઈએ તો શાંતિથી જ ને ! મુનિજીવનમાં તો આવું ન જ ચાલે.
માટે આપણી જાતને આપણે ખુદ ચાબખા મારીને, નક્કી કરીએ કે અમુક સૂત્રમાં તો ૧૦૦ % ઉપયોગ રાખવો જ છે. “કદાચ સંપૂર્ણ શબ્દોનો ઉપયોગ ન રહે પણ આંશિક ઉપયોગ તો રાખવો જ છે.” એવું પ્રણિધાન કરીએ અથવા સંપૂર્ણ સૂત્રનો ઓઘથી પણ ઉપયોગ રાખીચિત્ર ઉભું થાય તો પણ લાભ થાય. દા.ત. લોગસ્સમાં “તિર્થીયરી પરીયંત આવે ત્યારે તો ઉપયોગ અચૂક આવે કે- તીર્થકરો મારા પર કૃપા કરે છે. સિદ્ધાણં બુદ્ધાણં સૂત્ર બોલતા “
રિસ્થા નાનું નિસિદિમા’ શબ્દો બોલતા ક્રમે કરીને ગિરનાર, સહસાવન અને દત્તાત્રેય દેખાય ખરાં? જ્યારે ગાથા બોલીએ ત્યારે તેને યાદ કરીએ ખરા ?
અરિહંત ચેઈયાણં સૂત્રમાં “સદ્ધા, મેદ....' પદ બોલીએ ત્યારે શું અર્થનો ઉપયોગ આવે ? તમામ આરાધનાઓ ઝળહળતી શ્રદ્ધા અને પૂર્ણ ઉપયોગ સાથે કરવાની છે. કાયમ એવી જાગૃતિ હોય ખરી? કારિય-ઉવજ્ઞાઈ' બોલતા બોલતા ૮૪ લાખ જીવોને ક્ષમાપના કરતા-કરતા ૧૪ રાજલોકમાં નજર ફરી વળે. દિવસમાં બે વાર બોલાતી માત્ર આ ત્રણ ગાથાના દઢ સંસ્કાર અંદરમાં પાડેલ હોય તો સર્વ જીવો સાથે ક્ષમા આત્મસાત થઈ જાય.
અઈમુત્તા મુનિની અને આપણી ઈરિયાવહી સૂત્રની શબ્દરચના સરખી, છતાં આદર-ઉપયોગ સ્વરૂપ ભાવપ્રાણ પૂરવાના છે તે ખૂટે છે. તેથી જ આપણે અત્યાર સુધી ઢગલાબંધ ઇરિયાવહી કરી પણ પરિણામ ન આવ્યું. આના ઉપરથી આપણને સૂત્રમાં સાચી શ્રદ્ધા કેટલી છે ? એ પણ પ્રશ્ન ઉભો થાય છે. પૂજ્ય જયભદ્રવિજયજી મ.સા.ની દીક્ષા લીધા પછી તબિયત
४८८