________________
સચિત્ર અર્થસહિત આપેલા છે. ઈરિયાવહીમાં આપણી જાતને આરોપીના પાંજરામાં મૂકીને અપરાધભાવ સાથે ઈરિયાવહી સૂત્ર બોલવાનું ચિત્ર છે. સંસારીપણે પ્રતિક્રમણ આ ચિત્રોના આધારે કરતા મને દોઢ-બે કલાક થતા. જે સૂત્ર ઉપયોગ વિના બોલાય તે ફરીથી બોલવાનું. એમ કરતા કરતા એવા સંસ્કાર પડ્યા કે અત્યારે કોઈ ઝડપથી સૂત્રો બોલે તો પણ ઉપયોગ ટકે. જાગૃતિથી આપણી જાતને ઘડીએ તો કામ થાય. બાકી ભવાંતરમાં આપણને કોણ તારે ?
સો જગ્યાએ એક એક ફૂટ ખોદીએ તો પાણી ન મળે, પણ એક જ જગ્યાએ ૧૦૦ ફૂટ ખોદીએ તો પાણી મળી શકે. આરાધનાનું પણ એવું જ છે. એક પણ, નાની પણ, આરાધના વિધિ-જયણાઉપયોગ-અહોભાવ-લક્ષપૂર્વક કરીએ તો તેનું પરિણામ દેખાય. બાકી ઉપયોગશૂન્યતાથી સૂત્ર બોલવામાં પ્રતિક્રમણના સૂત્રોની પરિણતિ કેવી રીતે તૈયાર થાય ? રુચિ કેવી રીતે જાગે ? સૂત્ર કેવી રીતે આત્મસાત્ થાય ?
સૂત્રરુચિ વગેરે દસ સમ્યક્ત ફકત યાદ રાખવાના કે પરિણમન પણ કરવાનું? કોમ્યુટર પણ બધું યાદ રાખે છે, સંગ્રહ કરે છે પરંતુ તેને નિર્જરા નથી થતી. આપણે આ બધું આપણી જાતે તપાસીએ, આપણને આપણે ખુદ પ્રશ્ન પૂછીએ, તેનો દંડ રાખીએ, જાતને તમાચો મારીએ તો ઠેકાણું પડે. બાકી રોજ દોષિત ગોચરી વાપરીએ અને તેનું ઋણ આ રીતે પણ ચૂકવીએ નહિ તો ભરૂચના પાડા થઈ, ચાબુક ખાઈ અને સામાન ખેંચીને ઋણ ચૂકવવું પડે. “અધ્યાત્મકલ્પદ્રુમ” (યતિશિક્ષા-અધિકાર-૧૩/૧૯, ૨૦) તથા “ભવભાવના' ગ્રંથમાં “જે દીક્ષા લઈને સંઘને માત્ર ભારરૂપ બને છે તે સાધુ ભવાંતરમાં કેવી તકલીફો ભોગવે છે ? તે જણાવ્યું છે. અંત સમયે કયો સંતોષ લઈ ભવાંતરમાં જશું? મોત આજે અને હમણાં જ આવે તો આપણે તૈયાર કેટલા ? “આપણી દુર્ગતિ નહિ થાય' એવો વિશ્વાસ અને રણકાર કેટલો ? એવી ભૂમિકા તૈયાર કરી ખરી ? કે પછી હાયવોય થાય
(૪૮૭