________________
છેડા સુધી બકુશ અને કુશીલ ચારિત્ર જ છે. તો અહીં એવું શું મેં કર્યું છે કે જે અનંતા ઓઘા લઈને નથી કર્યું ? શું પંદર કર્મભૂમિના પાંચ મેરુપર્વત કરતાં ચડે એવા ઓઘાના ઢગલામાં વધારો કરવા માટે મેં દીક્ષા લીધી છે ? જો ‘ના’ તો દીક્ષા લીધી એટલે પહેલાં નથી કર્યું એવું નિષ્પક્ષપણે સ્વદોષદર્શન કરવાનું, નિરંતર આત્મરુચિ-આત્મભાનને ઘૂંટવાનું, હૃદયપલટો કરવાનું, આંતર પરિણતિનો ઉઘાડ કરવાનું, પરમાત્મા અને મોક્ષમાર્ગ પ્રત્યે પરમ પ્રેમ પ્રગટાવવાનું, ક્ષપકશ્રેણિના બીજને વાવવાનું કામ કરવાનું છે. આપણે દીક્ષા લઈને આપેલું મોટું બલિદાન સાર્થક કેવી રીતે થાય ? ઈન્વેસ્ટમેન્ટ કર્યું તો તેનું પરિણામ શું ? પ્રવૃત્તિમાં તો પહેલા કરતાં નવું કંઈ જ નથી. વિચારવાનું તો પરિણતિ માટે છે. મેં પરિણતિ કેટલી ઘડેલી છે ? મારામાં કઈ બાબત અનંતકાળમાં નહોતી અને વર્તમાનકાળમાં ઉભી થઈ છે ?
જગદ્ગુરુ હીરસૂરીશ્વરજી મહારાજાના જીવનમાં જીવદયાની પરિણતિ એવી દૃઢ હતી કે તેઓ ઉંઘમાં પણ પૂંજતા હતા. માટે જીવદયાની દૃષ્ટિએ વિચારીએ તો એમનો ઓઘો ૧૦૦ % સાર્થક કહી શકાય. આપણામાં કઈ બાબતમાં વિશુદ્ધ પરિણિત છે કે જે આપણને સ્વપ્રમાં કે જાગતા પણ નિરંતર કામ લાગે ? પ્રતિક્રમણ કરતાં-કરતાં કયું સૂત્ર કે સૂત્રનું પદ એવું ભાવિત કરેલ છે કે જેમાં ઉપયોગ અચૂક ૧૦૦% ચોટી જ જાય. દસ વર્ષમાં કરેલા ૭૦૦૦ જેટલા પ્રતિક્રમણ કે ૨૦ વર્ષ બાદ ૧૪૦૦૦ કરતાં વધુ પ્રતિક્રમણ કર્યા તો આખું પ્રતિક્રમણ આત્મસાત્ થયું ? પ્રતિક્રમણનું એક પણ સૂત્ર શું આત્મસાત્ થયું ? આ બાબતમાં શ્રાવક આપણને પ્રશ્ન નથી પૂછવાના, પણ આપણે આપણી જાતે જાગૃત રહેવાનું છે. લોગસ્સ સૂત્ર બોલતા સંપૂર્ણ ઉપયોગ રહે કે નહિ ? પ્રતિક્રમણ પોતે ભણાવે કે બીજા, પણ પ્રત્યેક સૂત્રમાં નિયમા ઉપયોગ આવે ખરો ?
પૂજ્ય ભુવનભાનુસૂરીશ્વરજી મહારાજાએ ‘પ્રતિક્રમણ સૂત્ર આલબમ' નામે પુસ્તક બહાર પાડેલ છે કે જેમાં પ્રતિક્રમણના સૂત્ર
૪૮૬