________________
ભગવાનની આજ્ઞાના પાલનમાં સમય ન ફાળવીએ તો કર્મસત્તાની આજ્ઞા પાળવા માટે વ્યાજસહિત સમય ચૂકવવો પડે. આજ્ઞાપાલનના પરિણામથી રોજ જે દૂરના ઘરમાં ગોચરી જતા હોય તો કદાચ જે દિવસે વરસાદ પડવાનો હોય તે દિવસે તેને નજીકના ઘરમાંથી ગોચરી લાવવાનું બને. જ્યારે બીજા સાધુ રોજ નજીકમાંથી ગોચરી લઈ આવે પણ વરસાદ પડવાના દિવસે જ દૂરથી કોઈક બોલાવી લઈ જાય અને વરસાદના કારણે એક કલાક ફસાઈ જાય એવું પણ બને. કર્મના ગણિત બહુ ન્યારા હોય છે. ચામડાની આંખથી દેખાય તેટલું સત્ય માની લઈએ અને જ્ઞાનદૃષ્ટિની ઉપેક્ષા કરીએ તો સમ્યગ્દર્શન ટકે નહિ, ભાવચારિત્ર મળે નહિ.
ભવાંતરમાં ભગવાનને જોઈ સ્વતઃ અહોભાવ તો જ થશે જો એમની આજ્ઞાને પાળવાના ઊંડા વિશુદ્ધ સંસ્કાર અંદરમાં નાખેલા હશે. પન્નવણા સૂત્રમાં કહેલ છે કે વ્યવહારરાશિમાંના બધા જીવો અનંતવાર નવ રૈવેયકમાં ગયા છે. અર્થાત આપણે પણ અનંતવાર દીક્ષા લીધી, નિરતિચારપણે પાળી પણ ખરી. માટે તો નવમા રૈવેયક સુધી પહોંચ્યા. રોજ સતત ભાવથી યાદ કરીએ – હૃદયથી વિચારીએ કે “હું જે કરું છું, એમાં શું એવું થાય છે કે જે મેં ભૂતકાળમાં અનંતા ઓઘા લીધા હતા તેમાં નહોતું કર્યું ?” આનાથી જીવન ઊર્ધ્વગતિમય બને. પાંચ વર્ષમાં મેં એવું શું કર્યું છે કે જે અનંતવાર ઓઘા લેવા છતાં નથી કર્યું ? તે ખબર કેવી રીતે પડે ? એ એક મોટો પ્રશ્ન છે.
તે માટે વિચારવાનું એ છે કે આપણે તેમાં શું નહિ કર્યું હોય? વિહાર, ભિક્ષાટન, સ્વાધ્યાય, લોચ.... વગેરે પ્રત્યેક કષ્ટદાયી ક્રિયાઓ વિશુદ્ધપણે કરી. ઊલટું અત્યારે કામળીકાળમાં વિહાર કરીએ છીએ, માંદગી-આદિમાં ગોચરી-પાણી પ્રાયઃ દોષવાળા આવે છે. દોષિત મકાન, દોષિત પાત્રા અને દોષિત કપડા આપણે વાપરીએ છીએ. પૂર્વે પાળેલું, રૈવેયક અપાવે એવું ઊંચું સંયમજીવન છતાં ફેઈલ થાય તો વર્તમાનમાં તો અતિચારવાળું જ સંયમ જીવન છે. પાંચમા આરાના
૪િ૮૫