________________
યુતિ જમાવીએ
અનાદિ કાળથી આપણે પરદ્રવ્યને ઓળખી, સાચવી તેમાં જ રહેલા છીએ. મોહરાજા આ જ કાર્ય બધાને કરાવે છે. હવે જિનાજ્ઞાથી આપણે આપણી જાતને (૧) ઓળખવાની છે, (૨) સાચવવાની છે, (૩) અને આપણામાં જ રહેવાનું છે. મમત્વ કરવા લાયક કોઈ ચીજ હોય તો તે આપણો પોતાનો જ આત્મા છે. આપણી જાતને જણાવવાના લીધે જ દેવ, ગુરુ, કલ્યાણ મિત્ર, ધર્મ, જિનાજ્ઞા વગેરે પણ અવશ્ય મમતા કરવા લાયક છે. આ સિવાય બીજું કશું જ બહારનું જાણવા, સમજવા કે સાચવવા જેવું નથી.
ઔયિક ભાવોની જંજીરમાંથી વહેલી તકે બહાર નીકળી ક્ષયોપશમભાવની પાલખીમાં બેસી ક્ષાયિકભાવને પામવાની અંતર્યાત્રા આરંભવાની છે. લક્ષ્ય તરીકે ક્ષાયિક સદ્ગુણની સમૃદ્ધિ, માધ્યમ તરીકે ક્ષાયોપશમિક ગુણવૈભવનો સહારો. આ યુતિ બરાબર જામી જાય તો અલ્પ સમયમાં તમામ આધ્યાત્મિક કાર્ય સમાપ્તિના આરે આવીને ઉભા રહે. દેહનો અગ્નિસંસ્કાર થાય તે પૂર્વે કર્મના અગ્નિસંસ્કાર માટે આટલું કાર્ય તો અવશ્ય કરવું જ પડશે. એમાં તમે સફળ બનો એ જ મંગલ કામના.
-
આપણને અમૂલ્ય જીવન મળેલ છે. એક એક સેકન્ડની અબજોની કિંમત આંકીએ તો પણ ન આંકી શકાય. સવાલ એ છે કે આપણે અબજો રૂપિયા કરતાં ચડિયાતી સમયશક્તિનો પરભવ માટે કેટલો ઉપયોગ કરીએ છીએ ? અત્તર ગટરમાં પડી જાય તો લોકો અફસોસ કરે. ઘી જમીનમાં ઢોળાઈ ન જાય તે માટે સાવધાની રાખે. પરંતુ અત્તર, ઘી વગેરે કરતાં પણ અત્યંત કિંમતી સમય ઢોળાઈ રહ્યા છે. તેની કોઈ પરવા પણ કરતું નથી. ખરેખર માણસ જીવનમાં મૃત્યુ સિવાયની દરેક ચીજનો ખૂબ જ ઊંડાણથી
૯૫