________________
વિચાર કરે છે. પરંતુ અનિવાર્ય અને મહત્ત્વની ચીજ મૃત્યુ તરફ જાણે આંખ મીંચામણા કરે છે.
જ્ઞાની પુરુષો રતન જેવા માનવભવનું જતન કરવાની ડગલેને પગલે વાત કરે છે. આપણને સાવધાન બનાવે છે કે હજુ હાથમાં તક છે. આરાધના કરી લો. બેસવું હોય તો બેસી જાવ, ગાડી ઉપડી જાય છે. મોક્ષનગરની ગાડીમાં બેસવાનો ચાન્સ એકમાત્ર માનવને મળે છે. પશુને કોઈ કહે પણ નહિ. કારણ કે તેને સમજણ નથી. પરંતુ માનવની પાસે બુદ્ધિ છે, સમજણ છે, શક્તિ છે, અનુકૂળતા છે. જ્ઞાની પુરુષોની આ વાત ઉપર ધ્યાન આપીને જીવનને જયણામય, ગુણમય બનાવીએ. મેળલા સંયમ જીવનને સમાધિમય બનાવીએ. સંયમની મસ્તીથી જીવીએ, મોજથી મરીએ તો ધન્ય બનીએ.
આરાધનાની પ્રવૃત્તિમાં ભલે કદાચ વધારો ન થાય, આરાધકભાવની વૃત્તિમાં તો ઘટાડો ન જ થવો જોઈએ. તપમાં ભલે આગેકૂચ ન કરી શકીએ. આહારસંશાને તોડવામાં તો કચાશ ન જ રાખીએ. સ્વાધ્યાયમાં કદાચ હરણફાળ ભરી ન શકીએ, આત્મનિરીક્ષણમાં તો ગોકળગાયપણું ન જ પાલવે. વિશિષ્ટ સદ્ગુણવૈભવને કદાચ આત્મસાત્ ન કરી શકીએ. પરંતુ દોષત્યાગમાં તો પીછેહઠ ન જ થવી જોઈએ. આવી પ્રતિપળ સાવધાની રાખીને ‘દેવો પણ આપણો આંતરિક દેદાર જોઈને ઝૂકી પડે’-એવો આરાધનાનો અને આરાધકભાવનો વૈભવ પામો એ જ અંતરની એક માત્ર તમન્ના.
લખી રાખો ડાયરીમાં...
જડમાં પરિવર્તન કરવાની કળા અનાદિકાળથી હસ્તગત કરી છે. જાતમાં પરિવર્તન કરવાની કળા આત્મસાત્ કરીએ તો બેડો પાર થાય.
૯૬