________________
ત્રિવેણી સંગમ કરીએ
દેવગુરુની અસીમ કૃપા + પ્રચંડ પુણ્યોદય + સમ્યક્ પુરુષાર્થનો ત્રિવેણીસંગમ થવાથી આપણને મળેલ સંયમ - જીવનના એક પછી એક વરસ ટપોટપ પૂરા થતાં જાય છે.
ઝપાટાબંધ કાળ પસાર થતાં થતાં સંસારી જીવનની પદાર્થલક્ષી દૃષ્ટિ હટાવીને પરિણતિલક્ષી દૃષ્ટિનો જેટલા અંશમાં ઉઘાડ થાય તેટલા અંશે સંયમપાલનમાં આનંદ વધતો જાય.
(૧) સાધનામાં એકાગ્રતા + અહોભાવ + જયણાની ત્રિપુટી ભળી
જાય
(૨) વેદનામાં સહનશીલતા + સમતા + પ્રસન્નતાની ત્રિપુટી. (૩) વંદનામાં શ્રદ્ધા + સંવેદના + શરણાગતિની, (૪) જ્ઞાનમાં શુદ્ધિ + નમ્રતા + સરળતાની,
(૫) સમ્યગ્દર્શનમાં સમર્પણ + સત્ત્વ + સ્વસ્થતાની, (૬) ચારિત્રમાં સામર્થ્ય + પ્રણિધાન + આત્મરમણતાની, (૭) બ્રહ્મચર્યમાં સહજતા + પવિત્રતા + નિષ્કલંકિતતાની, (૮) ભક્તિમાં નિર્દોષતા + નિખાલસતા + નિરીહતાની, (૯) વૈયાવચ્ચમાં નિરભિમાનતા + નિસ્પૃહતા + કટિબદ્ધતાની, (૧૦)તપમાં ક્ષમા + નિર્લેપતા + અપ્રમત્તતાની
ત્રિપુટી ભળી જાય તો સંયમજીવનના વાસ્તવિક આનંદની અનુભૂતિ થઈ શકે.
સંયમજીવનના પ્રારંભિક તબક્કામાં સાધના કર્તૃત્વભાવથી થાય. પણ પછી પરિણતિ વિશુદ્ધ બનતા સાધના સ્વભાવથી થાય. અજ્ઞાની બધું કર્યા કરે. જ્ઞાનીને બધું થયા કરે. કર્યા ક૨વામાંથી થયા કરવામાં પહોંચવાનું છે. કરવામાં ભારબોજ કદાચ લાગશે. થયે રાખવામાં હળવાશનો અનુભવ થશે.
૯૭