________________
સાધના કર્યા કરવાથી સાધના આદતસ્વરૂપ બનીને પુણ્ય બંધાવી સદ્ગતિ આપે. જ્યારે સાધના સહજતાથી થયે રાખવાથી સાધના સ્વભાવસ્વરૂપ બની કર્મનિર્જરા દ્વારા મુક્તિ આપે છે.
આપણે દેવાધિદેવની આરાધના, ગુરુદેવની ઉપાસના અને સંયમની સાધનાને આદતમાંથી સ્વભાવમાં રૂપાંતરિત કરવા કટિબદ્ધ થવાનું છે. પ્રતિક્રમણ, પડિલેહણ વગેરે યોગી આદત ન બનતાં સ્વભાવરૂપ બને તો જ તેના થકી આનંદની અનુભૂતિ થઈ શકે.
સાધનાને સ્વભાવસ્વરૂપ બનાવવા માટે અંતર્મુખતા કેળવવી અનિવાર્ય બને છે. તે માટે શુભ ભાવો કાયમ ટકી રહેવા જોઈએ. એક વાર શુભ ભાવ આવી જાય તેવું કરવું સરળ છે. પણ તે ટકે, વધે તે ખૂબ અઘરું છે. તેના માટે નીચેની સાત બાબતની કાળજી લેવી. (૧) શુભભાવને ટકાવવા માટે આવેલા શુભ ભાવની ખુશાલી
જોઈએ. (૨) તેના માટે કોઈક ચીજ કે નબળી પ્રવૃત્તિ વગેરેનો ત્યાગ
કરવાની વૃત્તિ જોઈએ. આવું કરવાથી તે શુભ ભાવ પાછા
આવે છે. બીજા અનેક શુભ ભાવોને તે ખેંચી લાવે છે. (૩) આવેલ શુભ ભાવની ભવિષ્યમાં હાર્દિક અનુમોદના કરવાથી
પણ તેના શુભ અનુબંધ પડે છે. (૪) બીજા જીવોમાં તેવા શુભ ભાવને પ્રગટાવનારી પ્રવૃત્તિ જોઈને, - તથાવિધ ગુણોને જોઈને હાર્દિક ગુણાનુરાગ કેળવવામાં આવે
તો શુભ ભાવ માટે તે આમંત્રણ પત્રિકા બને છે. (૫) અન્ય જીવોની આરાધનાની જાહેરમાં પ્રશંસા, ઉપવૃંહણા,
સ્થિરીકરણ કરવાથી શુભ ભાવોના અનુબંધ દઢ થાય છે. (૬) ગુણવાનોની, પુણ્યવાનોની, આરાધકોની નિંદાથી કાયમ દૂર
રહેવાની વૃત્તિ હોય તો શુભ ભાવોના અનુબંધો ન તૂટે.
૯૮
૯૮