________________
છે. આવી અનુભૂતિમાં ખોવાઈ જવું એ પણ એક લહાવો છે. ગુરુકૃપા, સંયમસાધના, સંયમનો પક્ષપાત -આ બધા તેના પ્રધાન કારણ છે. યોગ્ય રીતે કારણસામગ્રી ભેગી થાય કે તેનું કાર્ય મળે જ છૂટકો. એ કારણોની પ્રાપ્તિ માટે ગવેષણા કરતા રહીને પરમલોકને આપણે નજીક બનાવીએ એ જ મંગલકામના.
લખી રાખો ડાયરીમાં...
પ્રાયઃ બચપણમાં સ્નેહરાગ, યુવાનીમાં કામરાગ, પ્રૌઢ અવસ્થામાં ષ્ટિરાગ નડે.
♦ પ્રતિકૂળ ઉપસર્ગને જીતવા વીર્યંતરાયકર્મનો ક્ષયોપશમ, અનુકૂળ ઉપસર્ગને જીતવા
મોહનીયકર્મનો ક્ષયોપશમ મહત્ત્વનો છે.
♦ (૧) નિઃસ્વાર્થભાવે પરોપકાર, (૨) નિર્દોષ સંયમચર્યા, (૩) ઉગ્ર તપ-ત્યાગ.
આ ત્રણ દ્વારા બાહ્ય-અત્યંતર ઉત્કૃષ્ટ આરાધનાસામગ્રી સામેથી મળે.
રાગની સામગ્રીમાં રાગ ઘટાડવો હોય તો તેમાં પરિવર્તન ન કરવું. અને સામગ્રી સાદી રાખવી. ભવિષ્યની અતિઉજ્જવળ કલ્પના નિષ્ક્રિય બનાવે. ભવિષ્યની અતિખરાબ કલ્પના નિરાશ બનાવે. ઉજ્જવળ ભાવીનો સંકલ્પ જીવને સાવધાન, સક્રિય અને ઉત્સાહી બનાવે.
૯૪