________________
સંયમજીવનનો મહિમા
આપણને જિનશાસન મળેલ છે તે આપણું એક વિશિષ્ટ સૌભાગ્ય છે કે જ્યાં “આસવા તે પરિસવા” આવા આચારાંગ સૂત્રને જાણવા અને માણવા મળે છે. નુકશાનીના અવસરને ઊંચા લાભમાં ફેરવવાની કળા જિનશાસન મેળવ્યા વિના શક્ય જ નથી. જરૂર છે માત્ર જિનશાસનના તત્ત્વજ્ઞાનને, કર્મફિલોસોફીને, શાસ્ત્રસાહિત્યને, સ્યાદ્વાદદ્દષ્ટિને આત્મસાત્ કરવાની. પછી ચિત્તની પ્રસન્નતા, સંયમજીવનનો આનંદ, સાત્ત્વિકતા, વગેરે ગુણો વધતા જ રહે. એ માટે સતત આત્મજાગૃતિ, આત્મનિરીક્ષણને કેળવ્યા વિના છૂટકો નથી. (પ્રત્યુત્તું પ્રત્યેàક્ષેત) સ્વાધ્યાય, તપ, સાધના, સંયમ, સેવા વગેરે તે માટે જ પરમાત્માએ બતાવેલ છે.
જિનશાસનપ્રાપ્તિની વિશિષ્ટતાની જેમ સંયમજીવનપ્રાપ્તિની વિશિષ્ટતાનો અનુભવ હોસ્પીટલમાં રહેવાના અવસરે થયો. સંસારમાં આવા અવસરે સમાધિના સંયોગો મળે તેવી બહુ જ ઓછી શક્યતા.જ્યારે અહીં મારી સમાધિ ટકી રહે તે માટે પૂ. જયઘોષસૂરીશ્વરજી મ., પૂ. હેમચંદ્રસૂરીશ્વરજી મ., પૂ.પં.રત્નસુંદર વિ.મ., પૂ.પં.હેમરત્ન વિ.મ., પૂ.પં. જયસુંદર વિ.મ. વગેરેએ સમાધિપત્રોનો ધોધ વરસાવ્યો. હોસ્પીટલમાં પૂ.મુક્તિવલ્લભ વિ.મ., મુનિશ્રી મેઘવલ્લભ વિજયજી મહરાજ વગેરેએ દિલ દઈને સેવા કરીને, હિતશિક્ષાદિ આપીને ભરપૂર સમાધિ આપી. ક્યાં સ્વાર્થની દુર્ગંધથી ખદબદતો સંસાર અને ક્યાં પરોપકારની સુગંધથી મહેકતું સંયમ જીવન ! સમાધિ આપતો વૈયાવચ્ચ ગુણ અપ્રતિપાતી કેમ કહેવાયો છે ? તેના રહસ્યો જાણવા મળ્યા. ખરેખર આવા વિચારોમાં જે આનંદ અનુભવાય છે તે અવર્ણનીય બની રહે છે. ‘અહો શાસન ! અહો સંયમ !' આ રણકાર ગુંજતો રહે, ભાવપ્રાણ ધબકતા રહે. બસ પછી કાંઈ બોલવાનું રહેતું નથી. માત્ર અનુભવવાનું રહે
૯૩