________________
વિના તે બધા જ ભાવો ઔદયિકભાવસ્વરૂપ પણ સંભવી શકે છે. ઔદિયકભાવના ધર્મોથી ક્યારેય પણ કર્મનિર્જરા કે મોક્ષ થઈ ન શકે. આપણને તો ક્ષાયોપશમિક સંવર, સાનુબંધ સકામ નિર્જરા, મોક્ષ- આ ત્રણ તત્ત્વ સિવાય કશું પણ ન ખપે.
માટે પ્રભુભક્તિની સાથે સાથે વિષયવૈરાગ્યને ઉત્કટ બનાવવાની અને કષાયને ક્ષીણપ્રાયઃ બનાવવાની આપણે જાગૃતિ પ્રતિપળ કેળવવી જ પડે. કેમ કે તે જ તાત્ત્વિક ભગવદ્બહુમાન છે અને ભગવદ્બહુમાનથી યુક્ત એવી જ સંયમચર્યા મોક્ષનું કારણ બની શકે. તેવી સંયમચર્યા એ સોનાના ઘડા જેવી છે. કારણ કે ભવાંતરમાં દેવલોકમાં જવાથી સંયમચર્યાસ્વરૂપ ઘડો તૂટી જવા છતાં પણ સોના જેવો ભગવદ્બહુમાન ભાવ વિષયવૈરાગ્ય સાથે રહી શકે છે. વિષયવૈરાગ્ય વિનાની સંયમચર્યા એ માટીના ઘડા જેવી છે કે જે ગમે ત્યારે નાશ પામી શકે છે. પછી તેનું કશું મહત્ત્વ રહેતું નથી. માટીનો ઘડો નિરનુબંધ આરાધના અને સોનાનો ઘડો સાનુબંધ આરાધના. અનુબંધ પાડનાર છે વિષયવૈરાગ્ય અને કષાયત્યાગ સ્વરૂપ ભગવદ્બહુમાનભાવ. પ્રત્યેક ક્ષણે આવી આત્મજાગૃતિ કેળવી સંયમની સાધનાને સાનુબંધ બનાવો એ જ એક મંગળ કામના.
=
=
લખી રાખો ડાયરીમાં...
પોતાના જીવનમાં જરૂર આચારચુસ્ત બનવાનું અને ‘આચારચુસ્ત ન હોય તે સાધુ ન કહેવાય'
આવું કદાપિ નહિ બોલવાનું.
• જીભની આસક્તિ બ્રહ્મચર્યઘાતક છે.
-
•
-
માત્ર શરીરની તકલીફ જણાવે તે દર્દી.
• મનની મૂંઝવણ, આત્માના દોષ જણાવે તે શિષ્ય.
૯૨