________________
પ્રભુબહુમાનનું સ્વરૂપ
ત્યાં પૂજ્યશ્રીની વાચનાઓ ચાલી રહેલી છે. તેનો જેટલો લાભ લેવાય તેટલો લેજો. આવી તક વારંવાર આવતી નથી. પરંતુ ભણવાના લીધે ગુરુભક્તિ વગેરેમાં કચાશ ના લાવશો. કારણ કે શ્રુતજ્ઞાનને પરિણત કરવાનું અને કેવલજ્ઞાનને પ્રગટ કરવાનું સામર્થ્ય ભક્તિસભર ગુરુવૈયાવચ્ચ વગેરે આંતરિક તત્ત્વોમાં રહેલ છે. સાથે સાથે વૈરાગ્યને પણ મજબૂત બનાવવાનો પ્રયત્ન કરજો. લલિતવિસ્તરા ગ્રંથમાં શ્રી હરિભદ્રસૂરિજી મહારાજે એક ખૂબ જ સુંદર વાત જણાવેલ છે કે વિષયવૈરાગ્ય એ જ ભગવાન પ્રત્યે બહુમાનભાવ છે. ભગવાનના સૂક્ષ્મ - લોકોત્તર પરમ કારુણિક ભાવસ્વરૂપને ન ઓળખવા છતાં જો વિષયના આવેગ અને કષાયના આવેશ ઘટે, મંદ થાય તો તે વ્યક્તિમાં ભગવદ્બહુમાન છે જ. કારણ કે ભગવાન પ્રત્યે બુહમાનનો અર્થ છે ભગવાનની આજ્ઞાનું પાલન. જિનાજ્ઞા એ છે કે વિષય કષાય ત્યાજ્ય છે. એની મમતા, પક્કડ છોડો ઘટાડો. આજ્ઞાપાલન કરવાથી ભગવદ્બહુમાનનું ફળ વિદ્યમાન જ છે. માટે ભવવૈરાગ્યને ભગવદ્બહુમાન સ્વરૂપે જણાવેલ છે. જેમ જેમ વિષયવૈરાગ્ય તથા ગુણવૈરાગ્ય = પોતાના તપ-ત્યાગ-સ્વાધ્યાય આદિ ગુણોનું ય અભિમાન કે અજીર્ણ નહિ) વધે તેમ તેમ ભગવાનનું બહુમાન વધે અને બન્ને પ્રકારના વૈરાગ્ય ઘટે તેમ ભગવદ્બહુમાન ઘટે.
તારક
તેમ જ આનાથી બીજી વાત એ સૂચિત થાય છે કે જ્યાં વિષયવૈરાગ્ય અને કષાયમંદતા ના હોય ત્યાં વાસ્તવમાં પ્રભુબહુમાન ન જ હોય. કદાચ વ્યવહારથી ભગવદ્દ્બહુમાન દેખાતું હોય તો પણ ભ્રામક હોય. ભગવાનની પ્રતિમા, તીર્થો, તીર્થયાત્રા, જાપ વગેરે આપણને બહુ ગમે, તેટલા માત્રથી ભગવદ્બહુમાન આપણામાં છે. - એવું માનવાની ભૂલ ન કરી શકાય, કારણ કે વિષયવૈરાગ્ય
-
-
-
૯૧
-
-