________________
તારક શાસન, સંયમ, સદ્ગુરુ, કલ્યાણમિત્ર, સંયમીવર્તુળ, શાસ્ત્રની સમજણ, આરાધનાની સામગ્રી, પ્રેરક વાતાવરણ મળ્યા પછી પણ અનાદિની અવળી ચાલને ન છોડવાના લીધે વાસ્તવમાં સંયમી તરીકે જન્મ પામ્યા વિના જ જગતમાંથી રવાના થનાર વ્યક્તિ કર્મસત્તા માટે અત્યંત હાંસીનું પાત્ર અને સજાપાત્ર બને છે. વગર કારણે કરેલી વિરાધનાઓ, વિરાધકભાવો, ઘાલમેલ, ગોલમાલ વગેરે જોર કરે તો એને કદાચ અનંત ફાંસી પણ ભોગવવી પડે છે. આ વાતને હૃદયમાં વણી લેજો. પછી દરેક યોગોની પ્રવૃત્તિ કોઈક જુદી જ રીતે થશે. જીવન ધન્ય બની જશે.
લખી રાખો ડાયરીમાં...
કર્મોદયજન્ય પરિસ્થિતિમાંથી પસાર થતાં થતાં કર્માધીન બની ન જવાય તેની સાવધાની રાખે તે સંયમી.
સંયમજીવનમાં જડતાના મુખ્ય કારણ (૧) બેજવાબદાર માનસ, (૨) અત્યંત આસક્તિ, (૩) ઋણમુક્તિના વિચારનો અભાવ. સંયમીને સંક્લેશ કરાવે તેને ભવાંતરમાં (૧) સંયમ ન મળે, (૨) સંયમીના દર્શન ન મળે, (૩) સમાધિના નિમિત્ત ન મળે.
જે સ્વાધ્યાય વગેરે આરાધનાથી કે પુણ્યશક્તિથી ઉપકારી પ્રત્યે અહોભાવ વધે તે સ્વાધ્યાય આદિ સફળ, બાકી નિષ્ફળ.
૯૦