________________
સાધનાજીવનમાં એક-બે નહીં પણ અનાદિ કાળના કુસંસ્કારના અનંતા આવરણો તોડવાના હોય છે.
૧૦ સંજ્ઞા, ૪ વિકથા, ૩ શલ્ય, ૩ ગારવ, ૫ પ્રમાદ, ૧૮ પાપસ્થાનકો, અયતના, ક્રૂરતા, લોલુપતા, મહત્ત્વાકાંક્ષા, ખેદઉગાદિ આઠ દોષો, ઈર્ષ્યા, અસહિષ્ણુતા, અવિવેક, કુટિલતા, સ્વાર્થભાવ, કૃતજ્ઞતા, નિર્લજ્જતા, પાપરસિકતા, પક્ષપાતવૃત્તિ, તેજાબી વાણી વરસાવવાની વૃત્તિ, ઓહ ! હિસાબ જ નથી. અનાદિ કાળના વળગેલાં આ બધા આવરણોનો દેશનિકાલ, આત્મનિકાલ કરીએ તો જ સંયમી તરીકે જન્મ વાસ્તવમાં શક્ય છે. કોણ જાણે ગર્ભવાસમાં કેટલાં વર્ષો નીકળી જાય ! કેટલાય ભવો પસાર થઈ જાય ? તો ય જન્મ ના થાય ! કોઈ દીક્ષાપર્યાય પૂછે ત્યારે જવાબ આપતાં પૂર્વે “સંયમી તરીકે જન્મ થયો કે નહિ ? તેની શોધ કરવી ના પડે તેવું જીવન બનાવવા જેવું છે.
સંયમ જીવનમાં બીજું કશું જ મેળવવાનું નથી. શિષ્ય, પ્રસિદ્ધિ, સેવા, પ્રશંસા વગેરે મેળવવા માટે સંયમજીવન નથી. પરંતુ અનાદિ કાળનાં આ કોચલા તોડવા માટે આ સંયમજીવન છે. તેના માટે જ તપ-ત્યાગ, સ્વાધ્યાય, વિનય, ભક્તિ, જાપ, ધ્યાન, ચિંતન, ગોચરીચર્યા, વિહારચર્યા, પડિલેહણાદિ યોગ, ૨૫/૧૨/૪ ભાવનાનું પરિશીલન, અષ્ટપ્રવચનમાતા, યતિધર્મનું આસેવન, શીલાંગરથધારકતા, વતન, પ્રમાર્જન, સંયમ આદિ તારક યોગો શ્રી તીર્થકર પરમાત્માએ ફરમાવ્યાં છે. આ બધા યોગો કશું મેળવવા માટે નહિ પણ અનાદિ કાળના આવરણોને તોડવા માટે જ પ્રભુએ પ્રરૂપેલા છે. આ વાતને હૈયામાં ખૂબ ઊંડાણથી અને દૃઢતાથી ઉતારવા જેવી છે.
ઈડા રૂપે જગતમાં આવવા છતાં અત્યંત કમજોરીના લીધે ચાંચ દ્વારા ઈડાનું કવચ ન તોડવાને લીધે જન્મ ન પામનાર પક્ષી કદાચ દયાપાત્ર છે. પરંતુ જાહેરમાં સ્વેચ્છાથી રજોહરણ મેળવ્યા પછી તથા
૮૯