________________
યાદ ન રાખીએ. (૧) “તે મારા પારણામાં નહોતા આવ્યા. માટે મારે પણ તેના પારણામાં નથી જવું.” (૨) “ગયા વખતે વિહારમાં પહેલા મકાનમાં પહોંચીને મેં તેના માટે જગ્યા રાખી હતી, પણ આ વખતે એણે મારી જગ્યા ન રાખી.” (૩) “મને મળેલ મીઠાઈ મેં એને આપી હતી, એણે એવું ન કર્યું.” (૪) “એમની માંદગીમાં મેં એમનો કાપ કાઢ્યો હતો. મારી માંદગીમાં તે પડિલેહણ માટે પણ ન આવ્યા.” (૫) “વિહારમાં એમની મેં રાહ જોઈ હતી. તેમણે મારી રાહ ન જોઈ” (૬) એમના સંસારી સ્વજન મળવા આવ્યા હતા ત્યારે એમના બદલે હું ગોચરી ગયો હતો. પણ આ વખતે મારા સંસારી બા-બાપુજી આવ્યા તો તે મારા બદલે પાણી પણ ન લાવ્યા.” (૭) મારાથી વધારે આવી ગયેલી ગોચરી તેમણે ખપાવી નહતી તો હું શા માટે તેમના દ્વારા આવેલી વધારાની ગોચરી ખપાવું ?” (૮) “તેમણે પોતાની વ્યાખ્યાનની નોટ મને બતાવી ન હતી તો હવે મારી વ્યાખ્યાનની ડાયરી તેમને બતાવવાની મારે શી જરૂર ?” (૯) “મારા માટે તે ઘણું ઘસાતું બોલેલ હતા. તો પછી એમને ઉઘાડા પાડવાની આ તક મારે શા માટે ગુમાવવી ?” (૧૦) “એમને મારી પડી નથી તો મારે એમની શી ગરજ છે ?' આવી નકામી વાતો યાદ રાખવાથી/વિચારવાથી જરૂરી શાસ્ત્રો યાદ રાખવાની મનની/આત્માની શક્તિ લાંબો સમય ટકતી નથી.
ભગવાને બતાવેલ પાયાનો મોક્ષમાર્ગ એ છે કે તા૨કસ્થાન ઉપર તમામ સંયોગમાં બહુમાન ટકાવી રાખીએ. ‘દીક્ષા પૂર્વે ગુરુદેવ પ્રત્યે, ગુરુભાઈ કે ગુરુબેન પરત્વે, વડીલો તરફ, બાળ મુનિ વગેરે વિશે અહોભાવ અને સદ્ભાવ કેટલો હતો ? અને આજે કેટલો છે ? તેમાં વધારો થયો કે ઘટાડો ? આમ શા માટે ? બીજાના નબળા વ્યવહાર કે કડવા વેણ કે ભૂલો યાદ રાખવાના લીધે તો આવું થયું નથી ને? આપણે જે ભાવનાથી સંયમ લીધું છે તે રીતે જ સંયમજીવન વર્તમાનમાં ચાલે છે કે બીજી રીતે ? જે ધ્યેયથી નીકળ્યો છું, તે ધ્યેયથી નજીક
૪૫૯