________________
જ છીએ ને ! તો બીજાની પણ તેવી અપેક્ષા પૂર્ણ કરવાની આપણી ફરજ ખરી કે નહિ ? સામાન્યથી જે બીજાને આપીએ તે કાયમ આપણને મળે –આ નિયમ છે. જે બીજાની ભૂલને માફ ન કરે, તે પોતાની ભૂલ વખતે ઠપકો ન મળે તેવી અપેક્ષા રાખી ન શકે. એવી અપેક્ષા રાખવાનો તેવી વ્યક્તિને અધિકાર પણ નથી.
દુનિયાનો આ કાયદો છે કે (૧) જે બીજાને આપો તે તમને મળે અને (૨) જે ભોગવો તે દૂર થતું જાય. વસ્તુને ભોગવવાથી પુણ્ય ક્ષીણ થાય. તેથી તેવી ચીજ-વસ્તુ ભવાંતરમાં મળવાની શક્યતા ઘટી જાય. (૩) જે મને ગમે તે સૌને ગમે. અર્થાત્ મારી ભૂલ બીજા માફ કરે તે મને ગમે છે તો તેની ભૂલને હું માફ કરૂં તે તેને ગમે જ ને ! આ તો માર્ગાનુસારીના પાયાના ગુણો છે. આ આવે તો ઝઘડોસંઘર્ષ વગેરે બંધ જ થઈ જાય. તથા સ્વર્ગનું વાતાવરણ સર્જાય. માટે આ ત્રણ સમજણને આપણે કેળવીએ.
કોઈની પૂર્વે થયેલી ભૂલ છ મહિના પછી પણ યાદ આવે તો સમજવું કે તે વાતને આપણે છ મહિનાથી મગજમાં સંઘરેલી છે, જેવી રીતે Bank માં Deposit મૂકીએ તે રીતે. આવા વલણથી શાસ્ત્રો યાદ રાખવાની યોગ્યતા ઘટતી જાય, ઘસાઈ જાય. ન યાદ રાખવાનું ઘણું બધું યાદ રાખીને બેસીએ તો શાસ્ત્રને યાદ રાખવાની Capacity ઘસાતી જાય.
મુમુક્ષુપણામાં હતા ત્યારે Simple Living અને High thinking આ સમીકરણ પકડેલ હતું. તેથી જ મુનિજીવનમાં આપણો પ્રવેશ ગુરુ ભગવંતે કરાવ્યો. હવે સંયમજીવનમાં High Living અને simple thinking હોય તે કેમ ચાલે? જે ડાળ ઉપર બેસીએ તે જ ડાળને કાપવામાં આપણા ચારિત્રજીવનની સલામતી કેટલી? Simple Living & High Thinking- આ ડાળ ઉપર તો મુનિજીવન ટકી રહેલ છે.
ઉપાશ્રયમાં વાતાવરણ ચોખ્ખું રાખવું હોય તો વિષ્ટા ન જોઈએ. તે જ રીતે મનનું વાતાવરણ ચોખ્ખું રાખવું હોય તો નકામી વાતો
૪૫૮