________________
ભૂલની જેટલી નોંધ હું રાખું છું, તેટલી મારી ભૂલની નોંધ ભગવાને રાખી હોત તો હું રખડતો જ હોત.” આવા વિચારથી બીજા સાથે જીભાજોડી બંધ થાય.
(૩) વળી, “મારી ભૂલો તો આના કરતાં મોટી હતી, છતાં ભગવાને માફ કરી છે. આ વિચારથી ઝઘડો કરવાની કુટેવ સુધરે છે.
(૪) “હું જો એની જગ્યાએ હોઉં તો મારાથી ભૂલ થયા પછી સામેનાની પાસે શું અપેક્ષા રાખું ?” એ રીતે પણ વિચાર કરી શકાય.
(૫) “મારી સાથે કોઈ આવું ( = ઝઘડો) કરે તો મારા પરિણામ કેવા થાય?' - આમ ભૂલ કરનારની જગ્યાએ આપણે આપણી જાતને ગોઠવીએ તો ઝઘડો-સંઘર્ષ કરવાની કુટેવ ઓછી થાય, રવાના થાય.
(૬) પ્રેમ-લાગણી-વાત્સલ્ય સામેના સાધુ પ્રત્યે હોય તો ભૂતકાળની ભૂલની નોંધ રાખવાનું મન ન જ થાય. લાગણી કદિ ભૂલનો દસ્તાવેજ તૈયાર ન કરે.
(૭) ભૂલવા જેવી હોય તેનું નામ તો ભૂલ છે.
(૮) બીજાની ભૂલને યાદ રાખીને દુઃખી થવા કરતાં તેને ભૂલીને સુખી-સ્વસ્થ રહેવું સાત દરજ્જુ સારું.
ક્યારેક આપણાથી ભૂલ થઈ જાય તો આપણને વિચાર આવે ને? કે (અ) મેં ક્યાં ઇરાદાપૂર્વક ભૂલ કરી છે ? અર્થાત્ આમાં આપણી જાત માટે નિરપરાધિપણાની ભાવના રહેલી છે.
(બ) સામેવાળો મારી ભૂલને માફ કરી દે - આવી અપેક્ષા આપણામાં હોય છે.
(ક) “મારા જેવી ભૂલ બીજા દ્વારા પણ થઈ શકે છે'- આ પણ માત્ર સ્વબચાવની વૃત્તિ છે.
જો આપણે આપણી ભૂલ વખતે આવા પરિણામની અપેક્ષા રાખીએ તો આપણી જેમ બીજાના પણ પરિણામ આવા જ હોય ને! આપણે બીજાની પાસે (૧) “તે મને માફ કરી દે તો સારું, (૨) તે મને જાહેરમાં ઠપકો ન આપે તો સારું” આવી અપેક્ષા રાખીએ
૪૫૭)