________________
બારમું-તેનું અસમાધિસ્થાન સર્વથા વર્જ્ય
સંયમમાં સમાધિ મેળવવા માટે ૨૦ અસમાધિસ્થાન છોડવાના છે. ૧૨મું અસમાધિસ્થાન છે-અરિહાર'. અહિગરણ એટલે ઝઘડો. ઝઘડો કરનાર સ્વ-પરને અસમાધિ કરે છે.
વારંવાર કાંઈ ને કાંઈ વાંધો વચકો કાઢવાની ટેવથી ઝઘડો ઉભો થાય. વિના અધિકારે proof reading કરવાની પડી ગયેલી ટેવ સંકલેશ અને અસમાધિ કરાવે તથા સંઘર્ષને વધારે છે. ‘તમારે ઉપધિ અહીં નહિ રાખવાની. મારો દાંડો કોણે ખસેડયો ? મારું પાકિટ કોણે લીધું ? મા૨ી તરપણી મને પૂછયા વિના કેમ લઈ ગયા ?' વગેરે નાની નાની બાબતોને લઈને બીજાની સાથે કલહ કરે તે અસમાધિ પામે. માંડલીમાંથી કોઈની ભૂલના કારણે પોતાનું પાત્ર ન આવ્યું, મોડું આવ્યું કે ખરડાયેલી હાલતમાં આવ્યું તો જીભાજોડી, ચડભડ અને સંઘર્ષ ચાલુ કરે તો સ્વ-પરને અસમાધિ ઉભી થાય. જે ડગલે ને પગલે કચ-કચ કરીને, ઝઘડો કરાવી સ્વ-૫૨ને અસમાધિમાં નિમિત્ત બને તે દિરબાર બને છે.
૧૩મું અસમાધિસ્થાન છે- વીરળદર. અર્થાત્ શાંત થયેલા ઝઘડાને ફરીથી ઊભો કરવો. ઉપશાંત ઝઘડો ઉદીરણા દ્વારા ઉભો કરવો એ તો પેટ ચોળીને શૂળ ઉભું કરવા જેવું છે. ભૂતકાળના નબળા પ્રસંગો યાદ આવવાના કારણે પ્રાયઃ વર્તમાન કાળમાં અશાંતિ ઉભી કરવાનું મન થાય છે. આનાથી બચવા નીચેના ઉપાયો અજમાવી શકાય.
(૧) મારે બીજા શું કરે છે ? તે જોવું નથી. પરંતુ મારે તો મારા ભગવાનની મને મળેલી આજ્ઞા પ્રમાણે જીવવું છે.
(૨) ‘બીજાની ભૂલ હું માફ કરી શકતો નથી તે રીતે જો ભગવાન મારી ભૂલ જોતા હોત તો હું અહીં સુધી પહોંચ્યો ન હોત. બીજાની
१. अहिगरणकरोदीरण अहिगरणाई करेति अण्णेसिं कलहेइत्ति भणियं होति यन्त्रादीनि वा उदीरति, उवसंताणि पुणो उदीरेति ।
आवश्यकनिर्युक्ति-हारिभद्रीयवृत्ति ।
-
૪૫૬