________________
બતાવી, તેમાં પણ પાંચમી ભાવનામાં જણાવ્યું કે “પુત્રિ દિત્તા' અર્થાત્ પહેલાં વિચાર કરીને પછી બોલવાનું. દશવૈકાલિકસૂત્રમાં પણ જણાવેલ છે કે “લgવીઃ સવ્વ સંધ્યત્વ પર્વ માસિગ્ન પન્નવં' (દશ.૭/૪૪) આપણે આયંબિલ ખાતે પાણી લેવા ગયા ત્યારે આંબેલની રસોઈ તૈયાર છે કે નહિ ? તેની તપાસ કરવાનું ભૂલી ગયા. તેવી અવસ્થામાં આપણને કોઈ સાધુ પૂછે કે “શું પરિસ્થિતિ છે ?” ત્યારે આપણે કહીએ કે “આંબેલની રસોઈ તૈયાર જ છે તો તેમાં મૃષાવાદનો દોષ લાગે. સાધુ વિચક્ષણ હોય, બેદરકાર ન હોય. જો આયંબિલ ખાતે થોડી વાર હોય અને સાધુ આયંબિલ ખાતે જઈને ગોચરી લીધા વિના પાછા આવે અને આપણી પાસે તેઓ સ્પષ્ટતા કરાવે-પાછું પૂછે તો આપણે તેમને ભળતો જ જવાબ આપીએ, “મને તો ઘરનો-લૂખ્ખી રોટલીનો અથવા આયંબિલખાતામાં ખીચડીનો તૈયાર હોવાનો ખ્યાલ હતો” એમ બચાવ કરવાનું મન થાય. તેના કરતા પહેલેથી જ “મને ખ્યાલ નથી, બીજી વાર જાઉં ત્યારે તપાસ કરી લઈશ.” એમ જવાબ આપીએ તો છાપ કાંઈ હલકી પડવાની નથી.
પહેલેથી ખોટું બોલીએ કે “ત્યાં રસોઈ તૈયાર જ છે” તો આમાં પાછળથી સાધુ ગોચરી જાય ત્યારે (૧) આપણા મનમાં સંકલ્પ-વિકલ્પ આવે “આયંબિલ ખાતે આયંબિલની આઈટમ તૈયાર થઈ ગઈ હોય તો સારું !” (૨) આનાથી આરંભકારી પાપપ્રવૃત્તિની અનુમોદના થાય, (૩) સત્યની ટેક છૂટે, (૪) જીવનમાં માયા ઘૂસે, (૫) બચાવ-દલીલો કરવાનું મન થાય. તેના બદલે “હું ત્યાં ગયો ત્યારે પાણી તૈયાર હતું, આયંબિલની રસોઈનો મને ખ્યાલ નથી' એમ બોલવું. જે, જ્યારે, જેવું જોયું હોય તેવું અને તે પણ જરૂર પૂરતું મધુરભાષામાં બોલવાનું. બાકી બીજાને સંકલેશ થાય અને આપણને મૃષાવાદનો દોષ લાગે, મહાવ્રત પાળવું હોય તો બોલવામાં સાવધાની રાખવી પડે. માટે દશવૈકાલિકજી સાતમા અધ્યયનમાં પણ કહેલ છે કે “મોદારિણી ન ય પરોવાળ' (૭/૧૪) અર્થાત્ સાધુ અવધારણી-જકારવાળી ભાષા, પીડાકારી ભાષા ન બોલે.
૪૫૫