________________
ન થવો જોઈએ. કોઈ સાધુને આપણે મુહપત્તિનો ઉપયોગ રાખવાની પ્રેરણા કરીએ અને તે સામે જવાબ આપે કે “તમે મુહપત્તિનો ઉપયોગ ક્યાં રાખો છો ?” આવા પ્રસંગે તેના ઉપર સંકલેશ-દુર્ભાવ ન કરવો.
સલાહ' વસ્તુ એવી છે કે જે આપવી ગમે પણ લેવી ન ગમે. માટે “તે માનતો કેમ નથી?' આ પ્રશ્ન ગંભીર નથી પણ “મારી વાત તેને સાંભળવી ગમે તેવો મારો વર્તાવ કેમ નથી?” એ વાત મહત્ત્વની છે. સામેવાળો આપણી વાત ન સાંભળે, ન સ્વીકારે કે ન આચરે તો સંકલેશ ન કરવો. આપણું પુણ્ય ઓછું છે. અથવા સંયોગ વિપરીત છે- તેમ વિચારવું. સંકલેશ થાય તે નુકસાન તો બહુ મોટું છે. આપણું બગાડીને જગતને સુધારવાની વાત ભગવાનને માન્ય નથી. પોતાની બેનને પ્રતિબોધ પમાડવાની ભાવનાથી રજા લેવા માટે બંધકસૂરિ મુનિસુવ્રતસ્વામી ભગવાન પાસે ગયા ત્યારે ભગવાને રજા ન આપી પણ કહ્યું કે “તમે વિરાધક થશો.” “પણ મારા ૫૦૦ શિષ્યોના કેવળજ્ઞાનમાં તો હું નિમિત્ત જ બનીશ ને !” આના જવાબમાં ભગવાન મૌન રહ્યા. પણ જવાની રજા ન આપી. મૌન રહેવાનું એક કારણ એ હતું કે વિશ્વકલ્યાણને પકડવા જતાં સ્વકલ્યાણ મૂકાવું ન જોઈએ. જાતનું કલ્યાણ છોડીને જગતનું કલ્યાણ કરવાની જિનાજ્ઞા નથી. તથા ત્યાં મૌન રહેવાનું બીજું કારણ એ હતું કે સામેનો જીવ ન માને તો જિનાજ્ઞાભંગનું પાપ તેને ચોટે. જો સામેવાળો માને તેમ હોય તો જ ભગવાન બોલે. માટે મુનિસુવ્રતસ્વામી ભગવંતે બંધકસૂરિને કશો જવાબ ન આપ્યો. ભગવાન બોલે અને સામેવાળો ન માને તો જિનાજ્ઞાભંગનું મોટું પાપ લાગે. એક તો ખોટી પ્રવૃત્તિ કરે. વળી, તે પ્રવૃત્તિ પણ પાછી સંક્લેશથી કરે એટલે જે પાપ બંધાય તે પાપાનુબંધી પાપ હોય.
લોહારિ શબ્દનો બીજો અર્થ “અવધારણી” કર્યો છે. અવધારણી એટલે કે જકારપૂર્વક બોલવું.
જે વિષયની આપણને જાણકારી ન હોય પણ શંકા હોય ત્યાં ‘જ કાર પૂર્વક ન બોલવું. મૃષાવાદ ન થાય તે માટે પાંચ ભાવના
--૪૫૪
૪૫૪