________________
છું કે દૂર છું ?’ - આ બધું કાપ કાઢતા-ગોચરીથી પાછા ફરતા-સ્થંડિલ જતા-કાજો કાઢતા-વિહાર કરતા-ઓઘો બાંધતા વિચારીએ તો જીવનની દિશા અને આત્માની દશા મોક્ષગામી બને. સંથારામાં સૂતા પછી ઉંઘ ન આવે ત્યારે પણ આ બધું જ સતત વિચારીએ તો આત્મોત્થાન નિશ્ચિત બને. આપણને આ રીતે વિચારવાનો સમય તો ઘણો મળે છે. પણ જેવો, જ્યારે અને જે રીતે સદુપયોગ કરવો જોઈએ તે રીતે ન કરીએ તો ગાડી પાટા ઉપરથી નીચે ઉતરી જતાં વાર ન લાગે.
ગોચરી આવે અને વહેંચાય ત્યારે ‘કોણ શું વાપરે છે અને કોને શું વહેંચાય છે ?' તે જોઈએ છીએ. અને ‘મારા ભાગે ઓછું કેમ આવ્યું? ઉત્તમ દ્રવ્ય કેમ ન આવ્યું ?’ એમ વિચારીએ છીએ. પણ “વાપરવું તે જ મારી લાચારી છે. ક્યારે મને સિદ્ધ ભગવંતોની જેમ અણાહારીપણું મળશે ? આ શરીર કેવું તકલાદી છે ? કેટલી બાદી અને બદબૂથી ભરેલ છે ? સારામાં સારી મીઠાઈને પણ વિષ્ટામાં ફેરવનાર આ શરીર કેવી ગંદી ફેકટરી છે ! ગમે તેટલું તેને સાચવો તો પણ અંતે તો મને તે દગો જ દેશે ને ! અંતે તો સ્મશાનની ધૂળ-માટી અને રાખ જ થશે ને ? એને પંપાળવાથી શો લાભ ?...” વગેરેમાંથી કાંઈ જ વિચાર્યું નથી. આથી જ મન સંક્લિષ્ટ રહે છે અને હૈયામાં ભગવાનનો માર્ગ ઉગતો નથી. તથા વીતરાગ ભગવાનનો આંતરિક માર્ગ જાણવાની ઊંડી જિજ્ઞાસા પણ થતી નથી.
આપણી અનાદિની અવળી ચાલ, મિથ્યા રુચિ, ખોટી વૃત્તિ અને ગલત સમીકરણો સિવાય આમાં કોઈ જ જવાબદાર નથી. જે ઊંધા સમીકરણ કર્યા તે મારી જાતે જ ચત્તા કરૂં” આવો જીવંત સંકલ્પ આવે અને ગતાનુગતિક કર્મોદય પ્રમાણે નાચીએ નહિ તો સ્વ-પરને સમાધિ થાય. આ વાત ‘પોથીમાંના રીંગણા’ જેવી વાત ન બને તેની કાળજી રાખીએ. “અજાણતા પણ, ગમે તે ભોગે પણ મારે દુર્ભાવ તો નથી જ કરવો” આ જાગૃતિ રહે તો જ તારક સ્થાન પ્રત્યે અહોભાવ ટકે-વધે. પૂજ્ય હરિભદ્રસૂરિ મહારાજા યોગદૃષ્ટિ સમુચ્ચય ગ્રંથમાં (શ્લોક
४५०