________________
ત્રણ કે બે વાર લોચ, રાત્રિના પ્રથમ અને છેલ્લા પ્રહરમાં પણ સ્વાધ્યાય, અજ્ઞાત નિર્દોષ ગોચરી, વિવિધ તપ, દ્રવ્યાદિ ૪ અભિગ્રહ, વિગઈ ત્યાગ, ઉણોદરી, વૃત્તિસંક્ષેપ, વૈયાવચ્ચ, વિનય, અસ્નાન, કાઉસગ્ગ, પડિલેહણ, પ્રતિક્રમણ, અપ્રતિબદ્ધ વિહાર, અષ્ટપ્રવચન-માતાપાલન.... આ બધાય સાધ્વાચારમાં ઉલ્લાસથી પ્રવૃત્તિ કરવી તે દુર્લભ છે. આવું કહેવાની પાછળ આશય એ રહેલો છે કે જો સંયમી દેહાધ્યાસ તોડે, નામનાની કામનાને છોડે અને વાસનાના ખેંચાણથી છૂટે તો જ ઉત્સાહથી ઉપરોક્ત કષ્ટસાધ્ય આચારપાલન શક્ય બને. પ્રસન્નતાપૂર્વક ખુમારીથી પાળેલા પ્રત્યેક ચારિત્રાચાર અનાદિ કાળનો દેહનો, નામનો અને કામનો અધ્યાસ = વળગાડ તોડનારા જ છે. કાયકષ્ટ દરેક સંયમાનુષ્ઠાનમાં છે જ. તેથી “સંજમમ્મિ ય વિરિયં” કહેવાની પાછળ ભગવાનનો આશય એ છે કે મોક્ષે ન પહોંચાય ત્યાં સુધી સંયમમાં માનસિક પણ ગોલમાલ વિના, કાયિક ઘાલમેલ વગર પ્રસન્નતાપૂર્વક પ્રવર્તાવવામાં કારણ બને તેવો અનાસક્તભાવયુક્ત દેહાધ્યાસત્યાગ, નામાધ્યાસત્યાગ અને કામાધ્યાસત્યાગ ભવચક્રમાં જીવોને માટે દુર્લભ છે.
આ જ વાત બીજી રીતે સમજવી હોય તો કહી શકાય કે ૪ કષાયનો ત્યાગ દુર્લભ છે. સરળતા આવે એટલે માયાવિજય મળે, નમ્રતા આવે એટલે માનવિજય મળે. વિશુદ્ધ ઉપશમભાવ આવે એટલે ક્રોધવિજય પ્રાપ્ત થાય. દેહાધ્યાસત્યાગ, નામાધ્યાસત્યાગ અને કામાધ્યાસત્યાગ થાય એટલે લોભવિજય આવે. કારણ કે સહુથી વધુ મૂર્છા શરીર ઉપર છે. શરીરની, નામની અને કામવાસનાની મૂર્છા એ લોભ કષાય જ છે. અનાસક્તિથી દેહાધ્યાસ આદિ ત્રણનો ત્યાગ થાય તો લોભ ૨વાના થાય જ. યશકીર્તિના લોભથી તપ કરીને દેહાધ્યાસ તોડીએ તો પણ લોભ તો ઉભો જ રહે. માટે અનાસક્ત ભાવથી દેહાધ્યાસ તોડવાનો. નામનાના ત્યાગી તરીકેની છાપ લોકોના દિલમાં મેળવવા જાહેરમાં નામનાથી
૫૧