________________
આહાહાક – વિણાયક તત્ત્વની ઓળખાણ
(૫)
સંયમપર્યાય વધતો જાય તેમ તેમ વિરાધક તત્ત્વ અને આરાધક તત્વની સાચી-તાત્ત્વિક સમજણ આવવી જોઈએ. તો જ ખરા અર્થમાં વિરાધક તત્ત્વથી દૂર રહી શકાય અને આરાધક તત્ત્વને મેળવી શકાય. આજે વિરાધક અને આરાધક તત્ત્વની થોડી વિચારણા કરીએ. (૧) જેનું શ્રવણ સગુણ પ્રાપ્તિનું નિમિત્ત ન હોય તે વિકથા. (૨). આરાધનામાં ઉત્સાહ - ઉમંગનો અભાવ તે આળસ.
આપણાથી બીજા આકર્ષાય તેવો કાયિક કે વાચિક વિશિષ્ટ વ્યવહાર તે વિભૂષા. સહન કરવાથી, સમતા રાખવાથી, સહાયભૂત બનવાથી, સાધના સાધવાથી, સરળતા કેળવવાથી, ગુરુસમર્પિત થવાથી શોભે તે સાધુ, બાકી બાવો. મન-વચન-કાયા-ઈન્દ્રિય-પુદ્ગલ ઉપર સંયમ રાખે તે સંયમી બાકી અજ્ઞાની કે ઢોંગી. શક્તિ હોય તો સાધનામાં પ્રવર્તાવે અને શક્તિ ન હોય તો આંસુ પડાવે તે ભાવના, બાકી પોકળ કલ્પના અને વાણી વિલાસ. હેય તત્ત્વને હેય માનવા અને ઉપાદેય તત્ત્વને ઉપાદેય માનવા તે સમજણ; બાકી ષેય પદાર્થની પુષ્કળ સ્મૃતિ
હોય તે કેવળ જાણકારી. (૮) સ્વની અનુભૂતિ કરાવે તે સ્વાધ્યાય. તેની યોગ્યતા પ્રગટાવે
તો સ્વાધ્યાયની ભૂમિકા. યોગ્યતા પણ ન પ્રગટાવે તો શિક્ષણ કે અભ્યાસ. ચિત્તને શુદ્ધ કરે તેવો, ફરી પાપમાં પ્રવૃત્તિ ન કરાવે તેવો
પસ્તાવો એટલે પ્રાયશ્ચિત્ત. (૧૦) વિનમ્રતા પ્રગટાવે તે વિનય, બાકી કાયક્લેશ કે લાચારી.
૧૯૧