________________
(૧૧) આત્માની સાચી સમજણ આપે તે જ્ઞાન, બાકી જાણકારી. (૧૨) ઉપયોગ સર્વદા આત્મકેન્દ્રિત-શુદ્ધિકેન્દ્રિત બનાવે તે ધર્મધ્યાન,
બાકી ઠગધ્યાન. (૧૩) જ્ઞાન-ધ્યાનની બીજી વ્યાખ્યા એવી છે કે શરીર અને
આત્માના ભેદનું સંવેદન તે જ્ઞાન તથા આત્મા અને
પરમાત્માના અભેદનું સંવેદન તે ધ્યાન. (૧૪) આત્મા ઉપર ઉપકાર કરે તો ઉપકરણ, બાકી અધિકરણ. (૧૫) જ્ઞાનાદિ ગુણને બળવાન બનાવી કર્મને તપાવે, દૂર કરે
તે તપ, બાકી લાંઘણ. (૧૬) કાયાની મમતાને તોડે તે કાઉસગ્ન-કાયોત્સર્ગ, બાકી વ્યાયામ
કસરત. (૧૭) જેની સેવા કરીએ તેના ઉપર અહોભાવ-પૂજ્યત્વબુદ્ધિ પ્રગટાવે
તે વૈયાવચ્ચ, બાકી મજૂરી - મજબૂરી. (૧૮) ગુરુના અનુશાસનમાં રહેવા ઝંખે, ગુરુને મન સોંપે તે
શિષ્ય, બાકી મજૂર અથવા માથાનો દુઃખાવો. (૧૯) આત્માને તારે તેવી યાત્રા આપણા માટે તીર્થયાત્રા, બાકી
પર્યટન કે પ્રવાસ. (૨૦) પરમાત્મકેન્દ્રિત અસ્તિત્વના લીધે જે અદ્ભુત
આત્મવ્યક્તિત્વથી તથા સભૂત ગુણની ગરિમાથી શોભે અને શિષ્યને કરુણાબુદ્ધિથી અવસરે તત્ત્વ કહે તે ગુરુ, બાકી
બોસ(Boss). (૨૧) રાગ-દ્વેષ જીતવાનું વલણ કેળવે તે જૈન, બાકી જન. (૨૨) આત્માને નુકશાનકારી એવા તત્ત્વને સમજી તેને અણગમાપૂર્વક
છોડીએ તે ત્યાગયોગ, બાકી ગતાનુગતિક ઘેટાવૃત્તિ. (૨૩) તત્ત્વની હાર્દિક રુચિ અંતરમાં હોય અને શક્તિ મુજબ
જીવનમાં તત્ત્વને વણી લીધેલ હોય તથા કેવળ પરાર્થવૃત્તિથી અવસરે તત્ત્વને પ્રકાશે તે પ્રવચનકાર, બાકી ભાષણકાર.
૧૯ર