SearchBrowseAboutContactDonate
Page Preview
Page 204
Loading...
Download File
Download File
Page Text
________________ (૨૪) કોઈ પ્રત્યે વેરની કે સ્નેહની ગાંઠ ન રાખે તે નિર્ઝન્ચ, બાકી ગઠીયો. (૨૫) જેનાથી આત્માનું વિશેષ રીતે કલ્યાણ થાય તેવી સમર્પણ ભાવગર્ભિત વૃત્તિ-પરિણતિ નિર્દભપણે કેળવવી એનું નામ શ્રદ્ધા, બાકી અશ્રદ્ધા કે અંધશ્રદ્ધા. (૨૬) દર્શન-જ્ઞાન-ચારિત્રના પર્યાય નિર્મળ-બળવાન બનાવવા માટે જે દ્રવ્યાદિ ઉપયોગી કે આવશ્યક ન હોય તેના પ્રત્યે ઉદાસીનતા તે વૈરાગ્ય, બાકી ઢોંગ. (૨૭) બીજી રીતે એમ પણ કહી શકાય કે રત્નત્રયીના પર્યાય નિર્મળ બનાવવામાં સહાયક એવા દેવ-ગુરુ-સાધર્મિકવિદ્યાગુરુ-કલ્યાણમિત્ર વગેરે પ્રત્યે અને સંયમસાધના પ્રત્યે જે વિશિષ્ટ પ્રકારનો રાગ-અનુરાગ તે વૈરાગ્ય, બાકી બનાવટ કે સ્વાર્થવૃત્તિ. નિશ્ચયનયની ઉપરોક્ત વ્યાખ્યાઓ એટલા માટે યાદ રાખવાની છે કે વ્યવહારનયની દીર્ઘકાલીન આરાધનાનું આપણને અજીર્ણ ન થાય, બીજા પ્રત્યે અણગમો ન આવે, જાત પ્રત્યે અહંકાર ન આવે, લક્ષ્યથી ભ્રષ્ટ થઈ ન જઈએ અને આરાધનામાં ભ્રામક સન્તોષ ઊભો ન થાય. આ રીતે જ મોક્ષમાર્ગે સાચી પ્રગતિ થાય. આવી પ્રગતિ સાધીને સંયમજીવન સફળ કરો અને વહેલા પરમપદને પામો એ જ મંગલકામના... (લખી રાખો ડાયરીમાં...) તીર્થકર ભગવંતો જગતને તારવા દીક્ષા લે છે. આપણે જાતને તારવા દીક્ષા લીધી છે. સામેની વ્યક્તિને પ્રતિબોધ કરતી વખતે કે તે પ્રતિબોધ ન પામે તે વખતે આ બાબત નજરમાંથી ખસવી ન જોઈએ. ૧૯૩)
SR No.007267
Book TitleSanyamina Kanma Dilma Sapnama Rome Romma Vyavaharma
Original Sutra AuthorN/A
AuthorYashovijay Gani
PublisherDivyadarshan Trust
Publication Year2011
Total Pages538
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy