________________
ભરપાઈ કરવામાં કદાચ અનંત કાળ પણ પસાર થઈ જાય. આથી કોઈ પણ ભોગે મનના પરિણામ મલિન થવા ન દેવા.
શરીર, ઈન્દ્રિય વગેરેના બગાડાની બીજી કોઈ સજા કર્મસત્તા તરફથી ન થાય, જો મનની પરિણતિ નિર્મળ અને શુદ્ધ હોય તો. પરંતુ ઉત્કૃષ્ટ ઉગ્ર સાધના કરવા છતાં મનના પરિણામ બગડે તો તેની સજા અવશ્ય ભોગવવી જ પડે. અગ્નિશર્મા આનું સચોટ ઉદાહરણ છે. શરીર, ઈન્દ્રિય, પેટ વગેરેના બગાડાના લીધે કરેલ દોષસેવનની આલોચના કરવી સરળ છે. મનના બગાડાની આલોચના કરવી ખૂબ અઘરી છે. માટે મન ન બગડે તે માટે સૌથી વધુ કાળજી રાખવી.
(૯) મનની નવમી નબળી કડી એ છે કે મન દોષની સાથે સમાધાન કરે છે અને દુઃખની સાથે સંઘર્ષ કરે છે. વિષય-કષાયવાસના-લાલસા-મહત્ત્વાકાંક્ષા-પ્રમાદ-વિકથા-નિંદા વગેરે દોષો ઘૂસી જાય ત્યારે મન તેની સામે લાલ આંખ કરવાના બદલે મીઠીકૂણી નજર સામે રાખે છે. એ દોષના સેવન બદલ કોઈને કોઈ બહાનું, બચાવ, કારણ, નિમિત્ત, સંયોગ, પરિસ્થિતિ વગેરેને જવાબદાર ઠરાવીને દોષસેવનની આવશ્યકતાને, સકારણતાને સિદ્ધ કરવા મન મથામણ કરે છે.
દા.ત. (૧) તેના એ દોષ બીજામાં ઘૂસી ન જાય એવી ભાવનાથી મેં તેના દોષ બીજાને કહ્યા. મારે કાંઈ તેની નિંદા કરવી ન હતી. (૨) એનામાં પ્રમાદ ઘૂસી ન જાય તે માટે મેં ટકોર કરી. બાકી મને કાંઈ તેની ઈર્ષ્યા - અદેખાઈ નથી. (૩) મારે તપ શરૂ કરવો છે માટે હું મીઠાઈ વાપરું છું. (૪) હું સ્વાધ્યાય-અધ્યાપન વગેરે આરાધના કરું છું. માટે વિગઈ વાપરું છું. (૫) હું વૈયાવચ્ચ કરું છું. માટે તપ નથી કરતો. (૬) રાત્રે મોડે સુધી સ્વાધ્યાય કર્યો હતો. એટલે દિવસે હું વિશ્રામ કરું છું. (૭) શાસનપ્રભાવના થાય માટે મેં મારા તપની જાહેરાત
૧૮૦