________________
કરી. (૮) બાકી મારે કાંઈ જાતપ્રભાવના કરવી નથી. સામાવાળો અનુમોદના કરે એટલે મેં મારી આરાધનાની વાત કરી. બાકી મારે કોઈ મહત્ત્વાકાંક્ષા નથી...” ઈત્યાદિ રજૂઆત, બચાવ, દલીલ કરીને સ્વદોષની સાથે મન સહેલાઈથી સમાધાન કરે છે. જ્યારે દુઃખ, દર્દ, વેદના, પ્રતિકૂળતા વગેરેની સામે મન સતત સંઘર્ષ અને બળવો જ કરે છે. માટે એક સૂત્ર હૃદયમાં કોતરી લેવું કે “મારે સારા થવું હોય તો દોષની સામે બળવો અને દુઃખની દોસ્તી કેળવ્યા વિના છૂટકો જ નથી.” દોષની દોસ્તી બધી આરાધનાને ખતમ કરી નાંખશે. દુઃખની દોસ્તી સગુણોની પરંપરા લંબાવશે, મોક્ષની નજીક પહોંચાડશે.
દોષની સામે મીઠી નજર રાખીને કરેલી આરાધના કદાચ દેવલોક આપશે પણ મોક્ષ નહિ જ આપે. દુઃખની દોસ્તી અને દોષ સામે લાલ આંખ રાખી હશે તો વિશિષ્ટ આરાધનાની ગેરહાજરીમાં પણ મોક્ષ સરળતાથી મળી જશે.” આવું વિચારી મનની નવમી નબળી કડીને હાંકી કાઢવી. | મનની નવ નબળી કડી દૂર કરે તે જ નવપદમાં કયાંક ખરા અર્થમાં પ્રતિષ્ઠિત થઈ શકે, પોતાના હૃદયમાં નવપદને પ્રતિષ્ઠિત કરી શકે. તમે સહુ મનની નવ વિચિત્રતાને ઉપયોગપૂર્વક દૂર કરી વહેલા પરમપદને પામો એ જ મંગલકામના...
(લખી રાખો ડાયરીમાં... મોટા પત્થર કરતાં બંદૂકની ગોળીની તાકાત વધારે છે. તેમ ઘાલમેલવાળી મોટી સાધના કરતાં અહોભાવ, ઉપયોગ, એકાગ્રતા, અને ગુરુ સમર્પણભાવવાળી નાનકડી પણ આરાધના અત્યંત બળવાન છે.
૧૮૧