________________
(૭) મનની સાતમી નબળી કડી એ છે કે તેના પરિણામમાં ઉછાળો - ઘટાડો એકાએક પણ થઈ જાય છે. પુનમથી અમાસ સુધી પહોંચવા ચંદ્રને પંદર દિવસ લાગે છે. જ્યારે મન પુનમની બીજી જ ક્ષણે અમાસ પણ સર્જી દે છે. મન અમાસની બીજી જ ક્ષણે પુનમ પણ ક્યારેક લાવી દે છે. માટે મનના વર્તમાનકાલીન શુભ વિચારોને ભરોસો બેસી રહેવાના બદલે પ્રતિક્ષણ જાગૃતિ કેળવવી. દશપૂર્વધર નંદીષેણ મુનિ, હજાર વર્ષ ચારિત્ર પાળનાર કંડરિક મુનિ, લબ્ધિધારી અષાઢાભૂતિ મુનિ, દીર્ઘતપસ્વી અગ્નિશર્મા અને કુલવાલક મુનિ, ધ્યાનનિમગ્ન રહનેમિજી અને સૌભરી ઋષિ વગેરે શુભ ભાવનાના શિખરેથી પળવારમાં તળેટીમાં, ખીણમાં હડસેલાઈ ગયા. માટે વર્તમાન સાધના કે આરાધનાના ભરોસે બેસી રહેવાના બદલે પરોપકાર, ગુણાનુરાગ, ગંભીરતા, સહિષ્ણુતા, સમતા, વૈરાગ્ય, પવિત્રતા, સરળતા વગેરે સદ્ગુણોની સમૃદ્ધિ વધારવામાં રાત-દિવસ રચ્યા પચ્યા રહેવું. પછી મનમાં કાયમ પુનમ જ રહે. અમાસને અવકાશ ન મળે.
() મનની આઠમી નબળી કડી એ છે કે મનના પરિણામનો બગાડો આધ્યાત્મિક મોત આપ્યા વિના રવાના નથી થતો. શરીરનો, પેટનો, આંખનો, ઉપકરણનો કે અઘાતિ કર્મનો બગાડો આધ્યાત્મિક મોત આપે એવો નિયમ નથી. માટે મનના પરિણામનો બગાડો ન થાય તે માટે (1) પાપભીરુતા, () “અનંત સિદ્ધ ભગવંતો મન સદા જોઈ રહેલા છે તેવી પરિણતિ, () ભાવનાજ્ઞાન, (iv) “જો હોતા હે ઉસે દેખતે રહો', “ખામોશી સે ચલતે રહો' તેવી તત્ત્વદષ્ટિ, (v) “જે થાય તે સારા માટે તેવું ડહાપણ, (vi) “રામ રાખે તેમ રહીએ તેવી ઠરેલ સમજણ, (vii) “દરેક પરિસ્થિતિ મારો આત્મવિકાસ, ગુણવિકાસ કરવા માટે જ સર્જાય છે.” આવો હાર્દિક સ્વીકાર જીવનમાં વણાય તેવી સાવધાની રાખવી. બીજા બધા બગાડાની નુકસાનીની હજુ ભરપાઈ થઈ શકે છે. મનના પરિણામના બગાડાની નુકસાનીની
| ૧૭૯