________________
કરતાં ગ્લાનવૈયાવચ્ચના અવસરે વૈયાવચ્ચ કરવાથી અનેક ગણી વધુ નિર્જરા આદિ થાય છે. માટે જ્ઞાન કરતાં વૈયાવચ્ચ બળવાન છે. જ્ઞાન કદાચ સુખશીલતા પેદા કરે, વૈયાવચ્ચ તો અવશ્ય સુખશીલતાને તોડે. માટે વૈયાવચ્ચ ગુણ કેળવી, સુખશીલતાને ખતમ કરી સંયમજીવન સફળ કરી, વહેલા પરમપદને પામો એ જ મંગલકામના...
(લખી રાખો ડાયરીમાં)
સંયમજીવનની સફળતા વ્યવહારનયથી સ્વાધ્યાય, વિગઈત્યાગ, વૈયાવચ્ચ અને કાઉસગ્ગ વગેરે સાધનામાં છે. નિશ્ચયનયથી પાપવિચારોને અને વિકલ્પોને અટકાવવામાં છે.
• સાધુ સીધા હોય, સાચા હોય.
સાદા હોય, સારા હોય.
સ્વાદુ ન હોય, સુખશીલ ન હોય.
ઉદ્ધત-અવિનયીની જેમ હઠાગ્રહી ધર્મી પ્રત્યે પણ મધ્યસ્થ ભાવના રાખવાની છે.
—
—-૧૮૮