________________
આખી એ-બી-સી-ટ્ટી હાજર !
લૌકિક વ્યવહારમાં નોકરી કરતાં ધંધો ચઢિયાતો કહેવાય. કારણ કે નોકરી કરતાં ધંધામાં ધન વધુ મળે. પણ ધંધો ચાલુ કર્યા પછી નોકરી કરતા ઓછું ધન મળે, હોય તે ધન પણ ચાલ્યું જાય, દેવાળું કાઢે તો તે વેપારી ઠપકાને પાત્ર બને. તેમ લોકોત્તર શાસનમાં શ્રાવક કરતાં સંયમી ચઢિયાતા કહેવાય. કારણ કે ઉત્કૃષ્ટ શ્રાવક કરતાં જઘન્ય સંયમી વધુ કર્મનિર્જરા, વિશુદ્ધ પુણ્યબંધ કરે. પરંતુ સંયમ લીધા પછી જો શ્રાવકપણાની અપેક્ષાએ આપણે (૧) આરાધના ઓછી કરીએ;
(૨) આંતરિક આરાધક ભાવને ઘટાડીએ;
(૩) અપ્રમત્તતા અને આચારચુસ્તતાને ઘટાડીએ;
(૪) આરાધનાનો ઉત્સાહ સ્વ-પરના જીવનમાં ક્રમશઃ છોડીએ-તોડીએ; (૫) સંયમી પ્રત્યે અહોભાવમાં રોજ કડાકો બોલાવીએ;
(૬) પૂર્વે સુપાત્રદાનમાં જે ઉછળતો ઉમંગ હતો તેવો ઉમંગ સાધર્મિક ભક્તિમાં દીક્ષા પછી ન આવે;
(૭) દીક્ષા પૂર્વે ગુરુ પ્રત્યે જે હાર્દિક બહુમાનભાવ હોય તેમાં દીક્ષા પછી ઓટ આવે;
(૮) સંસારીપણે તપ-ત્યાગ-વિનય-વૈયાવચ્ચ-જિનભક્તિ વગેરેમાં જે ઉલ્લાસ હોય તે ઓઘો લીધા પછી ઓસરી જાય; (૯) પ્રતિક્રમણમાં ઉપયોગ-સૂત્ર બોલવાનો ઉત્સાહ વગે૨ે સંસારિપણા કરતાં દીક્ષિતદશામાં ન્યૂન હોય;
(૧૦) અભિગ્રહ, નિયમ લેવાનો ઉલ્લાસ દીક્ષા પછી ઉતરતો જાય; (૧૧) વૈરાગ્ય-સ્વાધ્યાય-જયણા-વિધિપાલન વગેરેની કાળજી રવાના થાય; (૧૨) પ્રતિકૂળતામાં પણ આરાધનાની જે મક્કમતા મુમુક્ષુપણામાં હતી તેના બદલે અનુકૂળતામાં પણ આરાધનાની તેવી મક્કમતા ન રહે;
૧૫૮