________________
પોક્ષને પ્રત્યક્ષ કરવાની કળા. પરોક્ષ એવા મોક્ષને પ્રત્યક્ષ સ્વરૂપે અનુભવે તે સાચા સંયમીઆ મુદ્દા ઉપર આજે આપણે વિચારણા કરશું. ત્રણ પરિબળ ભેગા થાય તો આ ભૂમિકાએ પહોંચી શકાય. સૌપ્રથમ વ્યાવહારિક ઉદાહરણથી આ બાબતને સમજીએ.
સ્વીટ્ઝર્લેન્ડ ફરવા જવા માટેની આવતીકાલની પ્લેનની ટીકીટ, પાસપોર્ટ, વિઝા, પૂરતી સંપત્તિ વગેરે જેની પાસે આજે આવી ગયેલ હોય તે શ્રીમંત યુવાન માટે સ્વીટ્ઝર્લેન્ડ હકીકતમાં પરોક્ષ હોવા છતાં જાણે સ્વીટ્ઝર્લેન્ડ સાક્ષાત્ દેખાતું હોય તેમ તેના હાવભાવ-દેખાવ-દેદાર કેવા બદલી જાય છે ? કેવા કલ્પનાના સાગરે તે હિલોળે ચઢે છે ? “ત્યાં જઈને હું આમ કરીશ, તેમ કરીશ' વગેરે સ્વપ્નો પણ શરૂ થઈ જાય છે. જાણે કે સ્વીટ્ઝર્લેન્ડમાં પહોંચી જ ન ગયો હોય ! અહીં તે શ્રીમંત યુવાનને (૧). સ્વીટ્ઝર્લેન્ડ પ્રત્યેનું ગજબનાક આકર્ષણ, (૨) પ્લેનની ટીકીટપાસપોર્ટ વગેરેમાં ત્યાં પહોંચાડવાના સામર્થ્યની દઢ શ્રદ્ધા અને (૩) ટીકીટ-પાસપોર્ટ-વિઝા વગેરે સાચવવાની પૂરતી સાવધાનીઆ ત્રણ પરિબળ મજબૂત હોવાથી પરોક્ષ એવા સ્વીટ્ઝર્લેન્ડનો જાણે પ્રત્યક્ષરૂપે જ તે અનુભવ કરે છે.
બરાબર આ જ રીતે (૧) વિષય-કષાય-હાસ્ય-રતિ-અરતિસુખશીલતા વગેરે તમામ દોષોથી રહિત એવા મોક્ષનું અદમ્ય આકર્ષણ, (૨) મળેલ સંયમજીવનમાં મોક્ષ સુધી પહોંચાડવાના સામર્થ્યની ઝળહળતી શ્રદ્ધા અને (૩) સંયમને દઢપણે સાચવવાની પાકી અને પ્રામાણિક સાવધાની- આ ત્રણ પરિબળ મજબૂત હોય તેને મોક્ષ પરોક્ષ હોવા છતાં જાણે અહીં જ પ્રત્યક્ષ અનુભવાય છે. ત્રણમાંથી એકમાં પણ ગરબડ હોય તે આવી અનુભૂતિ કરી ન શકે.
૩૫o