________________
(૧) મોક્ષનું આકર્ષણ છે કે નહિ? એની પારાશીશી એ છે કે મોક્ષમાં જે નબળી ચીજ ન હોય તેનું અહીં લેશ પણ આકર્ષણ તો ના હોય પણ તેમાં ત્રાસની અનુભૂતિ થતી હોય. કષાય-વાસનાલાલસા-તૃષ્ણા-પ્રમાદ-પ્રસિદ્ધિ-સુખશીલતા વગેરે એક પણ નબળી ચીજ મોક્ષમાં નથી. તે એકનું પણ અહીં આકર્ષણ ન હોય, તેના ઉદયમાં ત્રાસની લાગણી થાય, તેને જીતેલા હોય તો મોક્ષની તાલાવેલી તાત્ત્વિક સમજવી.
(૨) દેવ-ગુરુની કૃપાથી સંપ્રાપ્ત થયેલ સંયમમાં મોક્ષ સુધી પહોંચાડવાની પ્રબળ શ્રદ્ધા હોય તે સંયમના આચારમાં બેદરકાર ન હોય, સુખશીલ ન હોય, પરાવલંબી ન હોય, આળસુ ન હોય, નિર્દોષ સંયમચર્યાના ભોગે જીભની લાલસા ન પોષે, પુણ્યોદયને ન ઝંખે, ઉપસર્ગ-પરિષહ-પ્રતિકૂળતામાં ય ખિન્ન ન
હોય.
(૩) સંયમને સાચવવાની સાવધાની હોય તે ગોલમાલ-ઘાલમેલ ન કરે, ભગતોની આશામાં આચારને વેગળા ન મૂકે, નાનીનાની બાબતમાં અતિચાર ન લગાડે. સંયમસાધનાની વિશુદ્ધિના બળે તેવા સંયમીને મોક્ષ નજરની સામે તરવરવા માંડે; હાથવેંતમાં લાગે, નિકટના કાળમાં સુનિશ્ચિત લાગે અને અહીં જ મોક્ષના સુખની અનુભૂતિ થવા લાગે. આવા જ કોઈક આશયથી પ્રશમરતિમાં ઉમાસ્વાતિજી મહારાજે નિક્કિતમામ નાનાં, મનોવાવટાવિટાદિતાનાં વિનિવૃત્તપરાશાનદૈવ મોક્ષ સુવિદિતાનામ્ ! આવું જણાવેલ છે.
પરોક્ષ ચીજનું પ્રત્યક્ષ ભાન કાં ભ્રમથી થાય કાં તીવ્ર સંવેદનાથી થાય. સિનેમાના શ્વેત પડદા ઉપર હિરો-હિરોઈન હાજર ન હોવા છતાં તેનો પ્રત્યક્ષ અનુભવ થાય છે, તે ભ્રમને-નજરદોષને આભારી છે. રેલ્વેના બે પાટા દૂરથી ભેગા થતા લાગે, રણપ્રદેશમાં પાણીનો સાક્ષાત્કાર થાય, સાંજે અંધારામાં દોરડામાં સાપના દર્શન થાય. આ બધા ભ્રમના પરિણામ છે. .
૩૫૧