________________
(૪) છાપા-પૂર્તિ-સાપ્તાહિક-મેગેઝીન વગેરેનું વાંચન, ગપ્પાવિકથા-પારકી પંચાતની કુટેવ, વધુ પડતી ઊંઘ, બેજવાબદાર માનસ, જ્ઞાનોપકરણની આશાતના, બહિર્મુખવૃત્તિ, જ્ઞાનીની ઈર્ષ્યા-નિંદા, પ્રોજેકટ-ફંકશન-પ્રોગ્રામપરસ્તતા... આ બધા સભ્યજ્ઞાનના બાધક તત્ત્વો છે. (૫) જ્ઞાનીની ભક્તિ, ભણનાર પ્રત્યે સહાયકભાવ, જ્ઞાનભંડારની ભક્તિ, રાત્રિસ્વાધ્યાય, અર્થના ઉપયોગસહિત ગોખવાની ધગશ, વિનય, અધ્યાપનમાં ઉત્સાહ વગેરેને સમ્યજ્ઞાનના સાધકતત્ત્વ ગણી શકાય. (૬) સમ્યજ્ઞાનના શોધક તત્ત્વ તરીકે વિવેકદૃષ્ટિ, તત્ત્વચિંતન, વેધકદૃષ્ટિ, જિનાગમ પ્રત્યે અહોભાવ, ગુણાનુરાગ, આગમના ઐદંપર્યાર્થોને-પરમાર્થોને પચાવવાની તીવ્ર તાલાવેલી, જિનાજ્ઞાવિરુદ્ધ એક પણ વિચારસરણી ઊભી ન થાય તેની સાવધાની... આ બધાનો સમાવેશ જ્ઞાનના શોધકતત્ત્વમાં થાય.
(૭) સમ્યગ્દર્શનના બાધક તત્ત્વ તરીકે સંયમી પ્રત્યે અણગમો, સંયમી અસ્થિર બને કે લોકો ઉદ્વિગ્ન બને તેવી પ્રવૃત્તિ, શક્તિ હોવા છતાં સંયમીની પ્રેરણા અમલમાં ન મૂકવી, સંયમીની ઈર્ષ્યાઅદેખાઈ, લોકો બોધિદુર્લભ થાય તેવી પ્રવૃત્તિ વગેરે સમજવા.
(૮) સમ્યગ્દર્શનના સાધક તત્ત્વરૂપે પ્રભુભક્તિ, સંયમીની ભક્તિ, ગ્લાનસેવા, સ્તુતિ-સ્તવન-થોય વગેરેમાં તન્મયતા, તીર્થસ્થળ વગેરેમાં ભગવદ્ભક્તિને પ્રધાન બનાવવાની તૈયારી, નમસ્કાર મહામંત્ર વગેરેના જાપમાં લીનતા વગેરે ઓળખી શકાય.
(૯) સમ્યગ્દર્શનના શોધક તત્ત્વની યાદીમાં જીવો પ્રત્યેની કોમળ પરિણતિ, કરુણાભાવના, જીવંત સ્યાદ્વાદવૃત્તિ, સંયમીની ઉપબૃહણા-અનુમોદના-વાત્સલ્ય, સંયમી પ્રત્યે અહોભાવ, સંયમીની પ્રેરણા ઝીલવી અને યોગ્ય પ્રેરણા કરવી- આ બધા ગણી શકાય.
રત્નત્રયીના બાધક તત્ત્વોને છોડી, સાધકતત્ત્વોને શક્તિ મુજબ જીવનમાં લાવી, શોધક તત્ત્વોને આત્મસાત્ કરીએ તો પ્રતિદિન નૈૠયિક સંયમપર્યાય વધે અને એક વર્ષ પછી અનુત્તરવાસી દેવોની તેજોલેશ્યાને ઓળંગવાનું અહોભાગ્ય-સૌભાગ્ય-સદ્ભાગ્ય પ્રગટ થાય.
૩૪૯