________________
ભવભ્રમણ કરશે. ઉગ્ર આરાધનાના ન કરવા છતાં ગુરુની નિર્મળ ઉપાસનાના ઉત્કર્ષથી મૃગાવતીજી, પુષ્પચુલા સાધ્વીજી, ચંડરુદ્રાચાર્યના શિષ્ય, માપતુષ મુનિ વગેરે ઝડપથી ભવસાગર તરી ગયા. આરાધના હજુ પરાધીન છે. ઉપાસના તો સ્વાધીન છે. પાંચમા આરામાં હુંડા અવસર્પિણી કાળના છેડા સુધી છેલ્લા સંઘયણમાંય ઉપાસના શક્ય છે, ઉપાસનાનો ઉત્કર્ષ સુસાધ્ય છે. આરાધનાનો ઉત્કર્ષ તો પ્રાય: ચોથા આરામાં
પ્રથમ સંઘયણ હોય તો જ શક્ય છે. (૬) છેલ્લું અને મહત્ત્વનું પરિબળ છે ઉપાસકો – આરાધકો પ્રત્યેનો
અહોભાવ. સ્વયં આરાધના અને ઉપાસનાના ક્ષેત્રે આગળ વધવા છતાં સહવર્તી પરિચિત આરાધકો - ઉપાસકો પ્રત્યે અહોભાવ ટકાવવો ખૂબ મુશ્કેલ છે. શ્રી હરિભદ્રસૂરિજી મહારાજ તો ચોથા ષોડશકમાં ત્યાં સુધી કહે છે કે સાધર્મિકની. આરાધકની અરુચિ એ ધર્મપ્રવેશ માટે અયોગ્યતાની નિશાની છે. માટે આગળના પાંચ પરિબળોને મજબૂત, સાત્ત્વિક, તાત્ત્વિક અને પારમાર્થિક બનાવવા હોય તો તમામ આરાધકો, ઉપાસકો પરત્વે અહોભાવ, પ્રમોદભાવ, સહાયકભાવ અને ગુણાનુરાગ આત્મસાત્ કરવો અનિવાર્ય છે, આવશ્યક છે.
દૂરના પ્રત્યે પ્રમોદભાવ રાખવો, ટકાવવો, વધારવો હજુ સહેલો છે. પરંતુ સહવર્તી સાધર્મિકો – આરાધકો પ્રત્યે - પ્રમોદભાવ કેળવવો મુશ્કેલ છે. ઘણીવાર દૂરના સાધર્મિક સાથે મૈત્રી - પ્રમોદભાવ એટલા માટે આપણે રાખીએ છીએ કે નજીકના આરાધકનો પ્રત્યે મૈત્રી - પ્રમોદભાવ આપણે રાખવા નથી માગતા અને એમની જવાબદારીમાંથી છટકવા માંગીએ છીએ. સહવર્તી સાધર્મિક આરાધક પ્રત્યે અહોભાવ એટલે (૧) એમના કાર્યમાં સહાય કરવી, (૨) એમની ઈર્ષા અદેખાઈ ન કરવી,
૧૧ર