________________
આવડે તો ગુરુ પ્રત્યે અહોભાવ જીવંત બને, ચેતનવંતો બને. આવું થાય તો જ પરમગુરુ મળે. ઉપાસનામાં અહોભાવ એટલે ગુરુની આજ્ઞાને, સૂચનને, ઈચ્છાને જીવનમાં વણી લેવા થનગનતાં રહેવું. ગુરુની કેવળ આજ્ઞા પાળે તે જઘન્ય કક્ષા. ગુરુની સૂચનાને પણ જીવનમાં ઉતારે તે મધ્યમ કક્ષા. ગુરુની તમામ ઈચ્છાને પણ સર્વદા જીવનમાં ઉતારવા સર્વત્ર પ્રસન્નતાપૂર્વક કટિબદ્ધ બનવું તે ઉપાસનાની ઉત્તમ ભૂમિકા છે. બહુમાનભાવ, વિનય, ભક્તિ, સમર્પણભાવ, ગુરુદેવ પાસે હૈયું ખોલવું, ગુરુની નજીક રહેવું, ગુરુની નજરમાં રહેવું, ગુરુના દિલમાં રહેવું, ગુરુને દિલમાં રાખવા... આ બધા પણ ઉપાસનાના જ પ્રકાર છે. ઉપ = પાસે, આસન = રહેવું. ગુરુની પાસે, ગુરુના હૃદયમાં રહેવું એ જ તો ખરી ઉપાસના છે.
આ ઉપાસના નિષ્ક્રિય જણાતી હોવા છતાં અત્યંત સક્રિય છે, મોક્ષમાર્ગે ઝડપથી આગળ વધારનાર છે. આરાધના કરતાં પણ ઉપાસના બળવાન છે. આરાધનામાં કાયાની ચોકસાઈ, ચોક્કસતા,નિયમિતતા, બુદ્ધિની સૂક્ષ્મતા, એકાગ્રતા ઉપયોગી છે. ઉપાસનામાં હૃદયની સ્વચ્છતા, સ્વસ્થતા, સરળતા, કૃતજ્ઞતા, શ્રદ્ધા, નમ્રતા... વગેરે અપેક્ષિત છે. "આરાધનાની કચાશ ઉપાસના દ્વારા પૂરી શકાય છે. ઉપાસનાની કચાશ આરાધનાથી પૂરી શકાય નહિ. આરાધનાની કચાશમાં સત્ત્વની ખામી કારણ બની શકે છે. ઉપાસનાની કચાશ તો શ્રદ્ધાની ખામીના લીધે જ ઉદ્ભવે છે.
ઉગ્ર આરાધના કરવા છતાં ઉપાસનાની ખામીના લીધે કુલવાલક, ગોષ્ઠામાહિલ, ગોશાળો, જમાલિ વગેરે ઘણું ૧. આ બાબતની વિસ્તૃત જાણકારી મેળવવા માટે લેખક દ્વારા રચાયેલ “સાધના ચઢે કે ઉપાસના ?' પુસ્તિકા વાંચો. ------
- -[૧૧૧